Homeગુર્જર નગરીસુરતના મેયરના ભવ્યાતિભવ્ય બંગલાનું વીજળી બિલ આંખો વિસ્ફારીત કરી દેશે

સુરતના મેયરના ભવ્યાતિભવ્ય બંગલાનું વીજળી બિલ આંખો વિસ્ફારીત કરી દેશે

Team Chabuk-Gujarat Desk: ભારત સહિત ગુજરાત પણ એવું રાજ્ય છે જે વીજળી બિલના કારણે ચર્ચામાં રહેતું હોય છે. કોઈ વખત સામાન્ય માણસને લાખેક સુધીના બિલ ફટકારી દીધાનાં વરવા દાખલા ભૂતકાળમાં ઘટી ચૂક્યા છે, પણ હવે જે બિલ આવ્યું છે તે આલિશાન બંગલાનું છે. ભવ્યાતિભવ્ય જેવા વિશેષણો તેની આગળ પાંગળા પૂરવાર થાય છે. ભવ્યાતિભવ્ય જેવા વિશેષણોનો પાનો ટૂંકો એટલા માટે પડે કારણ કે હવે જે બંગલાની વાત કરવાના છીએ તે 4.5 કરોડના ખર્ચે બન્યો છે. ઈન્ટીરીયર ડેકોરેશન પાછળ જ સવા કરોડ રૂપિયા વપરાયા છે.

અખબારો વાંચનારાઓ અને સમાચાર ચેનલ જોનારાઓને ખ્યાલ જ હશે કે, જેટલા અમદાવાદના મેયર ચર્ચામાં નથી રહેતા એટલા સુરતના મેયર કોઈ ને કોઈ કારણસોર ચર્ચામાં રહે છે. હવે તેઓ વીજળીબીલના કારણે ચર્ચામાં છે. મેયર હેમાલીબહેને મેયર નિવાસસ્થાનમાં આ મહિને જ રહેવાનું શરૂ કર્યું અને તેમનું લાઈટબીલ અધધધ 51,890 રૂપિયા આવી જતા, સમગ્ર સુરતમાં આ બીલ ચર્ચાનો મુદ્દો બન્યું છે, કારણ કે ભૂતકાળમાં પણ મેયર હતા અને એ પણ આ બંગલામાં જ રહેતા હતા, પણ એમનું એટલું બિલ નહોતું આવ્યું. જોકે એ બંગલો અને આ બંગલો અલગ છે.

વાત કંઈક એવી છે કે સુરતની મહાનગર પાલિકાએ 5983 ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર કરેલ આ જાજરમાન બંગલામાં મેયરશ્રી મે મહિનાના અંતમાં રહેવા ચાલ્યા ગયા હતા. અદ્યતન અને અભેદ સુરક્ષાના સરવાળા સમાન આ બંગલાનું પ્રથમ બિલ આવી ગયું છે. ત્રણ જુલાઈના રોજ આવેલ પ્રથમ બિલ આંખો વિસ્ફારીત કરી દેવા માટે પૂરતુ છે. બિલની રકમ છે 51,890 રૂપિયા.

મે મહિનાના અંતમાં મેયર આ મકાનમાં કુંભનો ઘડો મૂકી આવ્યા. એ સમયે બિલ આવ્યું હતું 12,120 અને અન્ય બે બિલ 3560નાં આવ્યા હતા. એ પછી મેયરે આલિશાન બંગલામાં પ્રવેશ કર્યો અને વપરાશકાર્ય થતાં તોતિંગ બિલ આવી ગયું. અઠવા ઝોનના હાથમાં ત્રણ જૂનના રોજ આ બિલ આવ્યું હતું અને રકમ તો આપને ખ્યાલ જ છે. 51,890 રૂપિયા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments