Team Chabuk-Gujarat Desk: આ વિસ્મય પમાડતી ઘટના બની છે અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં. જ્યાં 18 મહિનાની બાળકીનું ઓપરેશન કરી તેના પેટમાંથી 400 ગ્રામનું અવિકસિત ભ્રૂણ કાઢવામાં આવ્યું છે. જ્વલ્લે જ બનતી આ ઘટના મધ્યપ્રદેશની બાળકી સાથે બની હતી. સર્જરી ખૂબ આકરી હતી પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાહોશ ડોક્ટરોએ આખરે કામ પાર પાડીને જ જંપ્યા હતા. વિશ્વમાં પાંચ લાખ બાળકોમાંથી એકને જે બીમારી થાય છે તે બીમારી આ બાળકીને થઈ હતી. આ રોગને ફિટ્સ ટુ ફીટ કહેવામાં આવે છે, જેમાં બાળકના જન્મ સમયે તેના ગર્ભમાં અવિકસિત ભ્રૂણ રહી જાય છે.
બાળકીનું પરિવાર મધ્યપ્રદેશના નીમુચ જિલ્લામાં રહે છે અને જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેમની 18 મહિનાની બાળકીનું પેટ અચાનકથી ફૂલી ગયું હોય તેઓ મધ્યપ્રદેશની એક એક હોસ્પિટલમાં ધક્કા ખાતા હતા. રિપોર્ટ કરાવતા માલૂમ પડ્યું હતું કે દીકરીના પેટમાં અવિકસિત ભ્રૂણ છે. પરંતુ સર્જરી આકરી હોવાના કારણે મધ્યપ્રદેશના તબીબોએ ઊંચા હાથ કરી લીધા હતા.
અમદવાદના નરોડા વિસ્તારમાં રહેતા તેમના સગાએ ટ્વીટરના માધ્યમથી જણાવ્યું હતું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગમાં આ પ્રકારની સર્જરી થાય છે. ખબર મળતા બાળકીના પરિવારજનો અમદાવાદ આવી પહોંચ્યા હતા. સિવિલ હોસ્પિટલના સર્જનોએ ઓપરેશન કર્યું હતું અને બાળકીના પેટમાં રહેલું અવિકસિત ભ્રૂણ હટાવી દીધું હતું. વિભાગના વડાએ અગાઉ પણ સર્જરી કરી હોવાનો અનુભવ હોય તેવું જણાવ્યું હતું.
મોટાભાગે અન્ય રાજ્યની હોસ્પિટલમાં સારવાર લેવી એ થોડું આકરું કામ છે પણ આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ મોદી સાહેબે જણાવ્યું હતું કે, રાજ્ય બહારથી પણ સારવાર માટે લોકો આવતા હોય છે અને કોઈને પણ ના પાડવામાં નથી આવતી. તબીબો દ્વારા દર્દીઓને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત