Team Chabuk-Gujarat Desk: બગવાડા ટોલનાકાની પાસે એક કારને LCBએ રોકવાનો પ્રયાસ કર્યો હતો પણ તે કાર રોકાઈ નહોતી અને પૂરપાટ વેગે આગળ ચાલી ગઈ હતી. જેથી પોલીસે તેનો પીછો કર્યો હતો. GJ-10-BG-9108 નંબર ધરાવતી કારને અટકાવી પોલીસે જ્યારે તપાસ કરી તો અંદરથી 7.01 લાખની કિંમતનો 252 બોટલ દારૂનો જથ્થો નીકળ્યો હતો. દારૂ લઈ જનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ડિસમીસ થયેલી પોલીસકર્મી નીકળ્યો હતો.
વલસાડની ટીમને મળેલી બાતમીના આધાર પર તેઓએ ચાંપતી નજર રાખી હતી. ખબર મળી હતી કે વલસાડથી થઈને GJ-10-BG-9108 નંબરની કાર વડોદરા તરફ જઈ રહી છે. બાતમી મળ્યા બાદ LCB ટીમ શહેરના બગવાડા ટોલનાકા પાસે પહોંચી હતી. જોકે અહીં ઉસ્તાદ કાર ચાલકે કારને ભગાવી મૂકી હતી. LCBની ટીમને આ કારને પકડવા કસરત કરવી પડી હતી. કાર પકડાયા બાદ તેમાંથી 252 દારૂની બોટલ મળી આવી હતી. જેની માર્કેટમાં કિંમત 7 લાખ થાય છે.
આ આરોપીનું નામ દિગ્વિજયસિંહ જાડેજા છે. આરોપી ડિસમીસ થયેલી પોલીસકર્મી હોવાથી વલસાડની પોલીસને વધારે આશ્ચર્ય થયું હતું. આ અંગે ડિસમીસ પોલીસકર્મી શા માટે દારૂની હેરાફેરી કરતો હતો, તે જાણવા ડુંગલી પોલીસમથકે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત