Team Chabuk-Gujart Desk: થોડા સમય પહેલા એક ઘટના સામે આવી હતી જેમાં સસરો વારંવાર શારીરિક પજવણી કરતો હોવાના કારણે અને ક્રાઈમ પેટ્રોલ સિરીયલમાં આવતા બિભત્સ દૃશ્યો નીહાળી પુત્રવધૂ સામે કામુકચેષ્ટાઓ કરતો હતો. કંટાળીને પુત્રવૂધએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. હવે એક અન્ય કામપુરુષ સસરો પ્રકાશમાં આવ્યો છે, જે પણ પોતાની પુત્રવધૂ સાથે આવી અશ્લિલ હરકતો કરતો હોવાનો તેના પર આરોપ લાગ્યો છે.
ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વેવિશાળ કરીને સાસરે ગયેલી યુવતીને કડવો અનુભવ થયો છે. પુત્રવધૂ જ્યારે પણ ઘરમાં એકલી હોય ત્યારે પિતા સમાન સસરો તેના રૂમમાં પહોંચી જતો હતો. તેના અંગતભાગને સ્પર્શ કરતો હતો અને કામુક માગણીઓ કરતો હતો. પાણી માથા માથેથી ચાલ્યું જતાં આખરે પુત્રવધૂએ ‘કામપુરુષ’ સસરા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવી છે.
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી આ યુવતીની વય ત્રીસ વર્ષની છે. જેના લગ્ન મૂળ ઉત્તરપ્રદેશના વતની યુવક સાથે થયા હતા. પરિવારજનોએ યુવતીના પિતા પાસેથી લગ્ન પહેલા દહેજ પેટે 25 લાખની માગણી રાખી હતી અને તે પણ પૂર્ણ કરવામાં આવી હતી. લગ્ન બાદ યુવતીની પરેશાનીમાં વધારો થઈ ગયો હતો. સાસરિયાઓ અવાર નવાર તેને માનસિક રીતે પ્રાતાડીત કરતા હતા. જેથી તેનું જીવન દોઝખ સમાન થઈ ગયું હતું.
જોકે પરિણીતાના જીવનમાં ફણીધર નાગ તો તેનો સસરો થયો હતો. આ શૈતાન જ્યારે પરિણીતા રૂમમાં એકલી હોય ત્યારે ઘુસી જતો અને શરીરનાં અંગત ભાગોને સ્પર્શ કરતો હતો. હાલ પરિણીતાએ પરિવારના કુલ આઠ સભ્યોની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવી છે. જેમાં પરિણીતાએ સૌથી મોટો આક્ષેપ તેના સસરાની વિરૂદ્ધ કર્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત