Homeગુર્જર નગરીઆજીવન કેદનો આરોપી બે વર્ષથી ફરાર હતો અંતે જૂનાગઢના જંગલમાંથી મળ્યો

આજીવન કેદનો આરોપી બે વર્ષથી ફરાર હતો અંતે જૂનાગઢના જંગલમાંથી મળ્યો

Team Chabuk-Gujarat Desk: ગુજરાતનું જૂનાગઢ ફરી ચર્ચામાં છે. આ વખતે કોરોનાના કેસ, ઉત્સવ કે રોડ રસ્તાના કારણે નહીં પણ આરોપીના કારણે. એક આરોપી છેલ્લા બે વર્ષથી પોલીસના સકંજામાંથી નાસતો ફરતો હતો. અંતે આરોપીની જૂનાગઢના જંગલમાંથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી. હિન્દી ફિલ્મોમાં કંઈ એમ નેમ થોડું કહ્યું છે: ‘કાનુન કે હાથ લંબે હોતે હૈ!’

એક આરોપી ફરાર હતો

ઘટના કંઈક એવી છે કે ભત્રીજીને ભગાડી ગયેલા પ્રેમીની ચાર કાકા દ્વારા કરપીણ હત્યા નીપજાવી નાખવામાં આવી હતી. આ આરોપીઓને સેસન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી પરંતુ હાઈકોર્ટે નિર્દોષ છોડ્યા હતા. આ કેસ પછી સુપ્રીમ કોર્ટના દ્વારે પહોંચ્યો હતો. જ્યાં સુપ્રીમ કોર્ટે આરોપીઓની આજીવન કેદની સજાને યથાવત રાખી હતી. ધરપકડ ટાળવા માટે એક આરોપી છેલ્લા બે વર્ષથી જૂનાગઢના જંગલમાં છુપાયો હતો.  

શું છે સમગ્ર ઘટના?

ભત્રીજી સાથે પ્રેમ હોય તેને ઘરેથી ભગાડી ગયેલા જયેશ શંકરલાલ ગોહિલ નામના યુવાન પર યુવતીના ચાર કાકા હસમુખ વાળા, દેવજી વાળા, દિનેશ વાળા અને દિલીપ વાળાએ તીક્ષ્ણ હથિયારો દ્વારા હુમલો કરી યુવાનનું કાસળ કાઢી નાખ્યું હતું. સેટેલાઈટ પોલીસે ખૂનનો ગુનો દાખલ કરી ચારે આરોપીઓની ધરપકડ કરી હતી. સેસન્સ કોર્ટ દ્વારા ચારે આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવવામાં આવી હતી. આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને અહીં ચારે આરોપીઓ નિર્દોષ જાહેર થયા હતા. ચારે આરોપીઓ જેલમાંથી સ્વતંત્ર થઈ જતા ફરિયાદી પક્ષ સુપ્રીમ કોર્ટ ગયો હતો. સુપ્રીમ કોર્ટે સેસન્સ કોર્ટનો ચુકાદો માન્ય રાખતા ચારે આરોપીઓની આજીવન કેદની સજા યથાવત રહી હતી.

ઘુંમલીથી પકડાયો

પોલીસે ત્યારબાદ ત્રણ આરોપી દેવજી, હસમુખ અને દિલીપની ધરપકડ કરી હતી પરંતુ એક આરોપી દિનેશ વાળા ફરાર હતો. ફરાર દિનેશ વાળાને શોધી કાઢવા અને તેનું સ્ટેટસ રજૂ કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા એક સીટની રચના કરી હતી. એવામાં ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.બી.બારડ સાહેબને માહિતી મળી હતી કે દિલીપ વાળા જેલ જવાથી બચવા માટે જૂનાગઢના જંગલમાં છુપાયો છે. તેઓ પોતાની ટીમ સાથે ત્યાં પહોંચ્યા હતા અને ભાણવાના ઘુંમલી ગામમાંથી દિનેશ વાળાની ધરપકડ કરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments