Homeગુર્જર નગરીઅમદાવાદ: ફેસબુક ફ્રેન્ડ યુવતીએ વીડિયોકોલ કર્યો અને આધેડની સાથે મોટો કાંડ થઈ...

અમદાવાદ: ફેસબુક ફ્રેન્ડ યુવતીએ વીડિયોકોલ કર્યો અને આધેડની સાથે મોટો કાંડ થઈ ગયો

Team Chabuk-Gujarat Desk: ટેકનોલોજીનો અવિરત ઉપયોગ થઈ રહ્યો છે. જેમાં કેટલાય લોકો છેતરપિંડીનો ભોગ બને છે. કોઈ પૈસાનો તો કોઈ સન્માનનો. આવો જ એક કિસ્સો મહાનગર અમદાવાદના સાણંદ વિસ્તારમાં વસવાટ કરતા એક આધેડની સાથે બન્યો છે. જેને વાંચ્યા બાદ આપ પણ જો સોશિયલ સેવી હો તો ચેતી જશો. થોડા સમયના અંતરે જ ઓનલાઈન સેક્સ માટે નિર્વસ્ત્ર કરી બ્લેકમેઈલ કરનારાઓના ઝૂંડમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ગોંડલમાં પણ યુવાનની સાથે આવો બનાવ બન્યો હતો અને હવે સાણંદ વિસ્તારના આધેડ ઝપેટમાં આવી ગયા છે.

બ્લેકમેઈલ કરનારાએ રૂપિયા માગતા આધેડે રૂપિયા આપવાનો નનૈયો ભણી લીધો હતો. જોકે આ શાતિર બ્લેકમેઈલે આધેડનું ડાચું મોર્ફ કરી તેનો વીડિયો વાઈરલ કરી દેતા આધેડના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. આ અંગે તેમણે પોલીસને જણાવ્યું હતું.

આ સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગતો કંઈક એવી છે કે સાણંદમાં વસવાટ કરતા 44 વર્ષીય આ આધેડ ફેસબુક સેવી છે. જેમાં તેમની મિત્રતા એક અજાણી યુવતીની સાથે થઈ હતી. આ અજાણી યુવતી સાથે મેસેન્જરમાં વાતચીત બાદ વીડિયો કોલ કર્યો હતો. તેમાં અચાનક ન્યૂડ વીડિયો દેખાવા લાગતા આધેડે વીડિયો કટ કરી નાખ્યો હતો. થોડી વાર પછી ફરિયાદ કરનારની સામે એક ન્યૂડ વીડિયો આવ્યો હતો. એ વીડિયોમાં ફરિયાદીનું મોઢું મોર્ફ કરી ચોંટાડવામાં આવ્યું હતું.

એ પછી આરોપીએ ફરિયાદની સાથે વોટ્સએપ પર વાતચીત કરી હતી અને વાતચીતમાં રૂપિયાની માંગણી કરી હતી. સાથે જ ધમકી ઉચ્ચારી હતી કે રૂપિયા ન આપો તો આ વીડિયો તેના ફેસબુક ફ્રેન્ડને મોકલી આપશે. ફરિયાદીએ તાત્કાલિક આ ગઠિયાનો નમ્બર બ્લોક કરી નાખ્યો અને તેને અનફ્રેન્ડ કરી દીધો હતો.

જે પછી બ્લેકમેલરે આ વીડિયો ત્રણ લોકોને મોકલ્યો હતો. જે અંગેની જાણ ફરિયાદીને થતાં ફરિયાદીએ સાઈબર ક્રાઈમને જણાવ્યું હતું. હાલ સાઈબર ક્રાઈમે આ પ્રકરણમાં આગળની તપાસ હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments