Team Chabuk-Gujarat Desk: સુરતમાં કૂદકે ને ભૂસકે વધી રહેલા શોષણ અને બ્લેકમેઈલિંગનાં કેસમાં વધુ એક કેસનો ઉમેરો થયો છે. આ કેસ ઓનલાઈન મિત્રતા કેળવ્યા બાદ એક તરફી પ્રેમમાં ગળાડૂબ થઈ જનારા લોકોની આંખ ઉઘાડતો છે. જેમાં 44 વર્ષીય મહિલાની સાથે પ્રથમ તો ભાવનગરના વેપારીને ઈન્સ્ટાગ્રામ દ્વારા મિત્રતા બંધાઈ હતી. એ પરિણીતાને મળવા માટે સુરત આવ્યો હતો. અહીં તેણી પર દુષ્કર્મ આચર્યું હતું.
છેલ્લા બે વર્ષથી આ વ્યક્તિ પોતાના મોબાઈલમાં પાડેલ પરિણીતાની બીભત્સ તસવીરો વાઈરલ કરી દેવાની ધમકી આપતો હતો. આ ધમકીના પીઠબળના આધારે જ તેણે પરણિતાની સાથે અવાર નવાર શરીર સંબંધો બાંધ્યા હતા. પાણી માથા માથેથી ચાલ્યું જતાં આખરે પરિણીતાએ તેની વિરૂદ્ધ પોલસી ફરિયાદ કરી છે.
આ ઘટનાની શરૂઆત થઈ 2018ની સાલમાં. ઈન્સ્ટાગ્રામ મારફતે વરાછા વિસ્તારમાં રહેતા અને જ્વેલરી શોપ ચલાવતા પુરુષની 44 વર્ષની પત્નીની ભાવનગરના અમિત મુકુન્દરાય પંડ્યા સાથે મિત્રતા બંધાઈ. અમિતે મહિલાને પોલીસ લાઈનમાં રહું છું એવું એ વખતે કહેલું હતું. રોજબરોજ પરિણીતાની સાથે અમિત પ્રેમભરેલી વાતો કરતો હતો. તેણે વોટ્સએપ અને ફોન દ્વારા પોતાના પ્રેમનો એકરાર પણ કર્યો હતો અને જણાવેલ કે, ‘તમે પામવા હું કોઈ પણ હદ સુધી જઈ શકું છું.’
પરિણીતા જ્યારે ખેંચની બીમારીને કારણે માનસિક તાણમાં પટકાય ત્યારે અમિતે વીડિયો કોલ કર્યો હતો અને તેની પાસેથી બીભત્સ માગણી કરી હતી. જેથી મહિલા ગુસ્સે થતાં તેની સાથેના તમામ સંબંધો પર ટપકું મૂકી દીધું હતું.
એક વર્ષ બાદ અમિત પરિણીતાના ઘરે ત્રાટક્યો હતો અને તારી સાથે બહાર જવું છે કહેવા લાગ્યો હતો. પરિણીતાએ આનાકાની કરતા અમિત વિફર્યો અને આપણા સંબંધોની બીજાને જાણ કરી દઈશ તેવી ધમકી આપવા લાગ્યો. આખરે ડરીને પરિણીતા તેની સાથે રીક્ષામાં ડુમસ ગઈ હતી. એ પછી પરિણીતાએ ઘરે એકલી છું જવું પડશે કહેતા અમિત તેને ઘરે મૂકવા આવ્યો હતો અને બાથરૂમ યુઝ કરવાનું કહ્યું હતું.
ઘરમાં ઘુસતા તેણે મોબાઈલ ફોનમા વીડિયો શૂટિંગ કરવા માંડેલ અને પછી મહિલા પર દુષ્કર્મ આચરેલ. તેણે બીભત્સ વીડિયો અને તસવીરો વાઈરસ કરવાની ધમકી પણ ઉચ્ચારી હતી. મોકળું મેદાન મળી જતાં એ પરિણીતાનો પરિવાર ઘરે ગેરહાજર હોય ત્યારે સુરત આવતો હતો અને પરિણીતાની સાથે બળજબરી શરીરસુખ માણતો હતો.
અવાર નવાર આવું થતાં પરિણીતા કંટાળી ગઈ હતી અને સમગ્ર વિગત પોતાના પરિવારને જણાવી દીધી હતી. આખરે મહિલાએ સુરતના સરથાણા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ આગળની તપાસ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત