Homeદે ઘુમા કેશામીની શાનદાર બોલિંગે ન્યૂઝીલેન્ડને ઘૂંટણીયે લાવી દીધું

શામીની શાનદાર બોલિંગે ન્યૂઝીલેન્ડને ઘૂંટણીયે લાવી દીધું

Team Chabuk-Sports Desk: મોહમ્મદ શામીની ધારદાર બોલિંગના પરિણામે ન્યૂઝીલેન્ડની ટીમ મોટી ઈનિંગ નહોતી રમી શકી અને ભારત પર વધારે રનનું સંકટ ટળી ગયું હતું. જોકે ટીમ સાઉદીએ પહેલા દિવસનો અંત થતાં ભારતીય ટીમના બે આધારભૂત ઓપનિંગ બેટ્સમેનોને પવેલિયનનો રસ્તો બતાવી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ન્યૂઝીલેન્ડની ટીમને મેચમાં પુન: લાવીને રાખી દીધું છે. જેથી હવે ભારતીય બેટ્સમેનોને રન બનાવવા પડશે.

ન્યૂઝીલેન્ડની ઈનિંગ 249 રનમાં સમાપ્ત થઈ ગઈ હતી. જેમાં તેને 32 રનનો નજીવો વધારો મળ્યો હતો. પ્રથમ ઈનિંગમાં 217 રન બનાવનારી ભારતીય ટીમે પાંચમા દિવસની રમત પૂર્ણ થતાં બીજી ઈનિંગમાં બે વિકેટના નુકસાન પર 64 રન બનાવ્યા હતાં અને મેચમાં 32 રનની લીડ મેળવી હતી.

જોકે આ મેચમાં પ્રથમ અને ચોથા દિવસે એક પણ બોલ નહોતી નાખી શકાય. જેથી મેચના છઠ્ઠા દિવસે પણ રમત થશે. પહેલા દિવસે વરસાદ પડતા જ રિઝર્વડે પર આઈસીસીએ મહોર મારી દીધી હતી. એવામાં ભારત ન્યૂઝીલેન્ડની ટીમને 150થી 200 રનની લીડ આપી રમવા માટે આમંત્રણ આપી શકે છે. આમ છતાં મેચ જો ડ્રો થાય છે તો બંને ટીમને સંયુક્ત રીતે વિજેતા ઘોષિત કરવામાં આવશે.

ભારતને સાંજના સત્રમાં બેટીંગ કરવા માટેની તક મળી હતી. જેમાં તેણે પોતાના બંને ઓપનિંગ બેટ્સમેનો ગુમાવી દીધા હતા. સાઉદીએ 17 રન આપી બે પાયાના બેટ્સમેનોની વિકેટ ખેરવી લીધી હતી. શુભમન ગિલે 33 બોલમાં આઠ રન કર્યાં હતાં અને દસ ઓવર સુધી ટકી રહ્યો હતો. જોકે ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર્સે ભારતીય બેટ્સમેનો પર દબાણ લાદ્યુ હતું. ગિલ આ દબાણમાં ટકી નહોતો શક્યો અમને સાઉદીની આઉટસ્વિંગર પર એલબીડબલ્યુ થઈ ગયો હતો.

રોહિત શર્માએ 81 બોલમાં 30 રન કર્યા. જોકે તે ફરી મોટી ઈનિંગ રમી નહોતો શક્યો. એ પણ સાઉદીની બોલને સીધી રીતે રમવામાં એલબીડબલ્યુનો શિકાર બન્યો હતો. ભારતને હવે મેચમાં ટકી રહેવું હોય તો હાલ કોહલી 12 બોલમાં આઠ અને ચેતેશ્વર  55 બોલમાં 12 રનને ન માત્ર પોતાની વિકેટ બચાવીને રાખવી પડશે પણ સ્ટ્રાઈક રોટેટ કરવાની ગતિમાં પણ વધારો કરવો પડશે.

આ પહેલા વરસાદના કારણે પાંચમાં દિવસની રમત શરૂ થવામાં પણ વિલંબ થયો હતો. જે પછી ન્યૂઝીલેન્ડના બોલર્સે રક્ષાત્મક રીતે ક્રિઝ પર પોતાનો અડિંગો જમાવીને રાખ્યો હતો. પ્રથમ સત્રમાં 23 ઓવરનો સામનો કરતા માત્ર 34 રન બનાવ્યા હતા. આ વચ્ચે ત્રણ વિકેટ પણ ગુમાવી હતી. બીજા સત્રમાં 27.2 ઓવરનો સામનો કરતા પાંચે વિકેટ ગુમાવી 114 રન બનાવ્યા હતા.

શામીએ 76 રન આપી ચાર વિકેટ લીધી હતી. જ્યારે ઈશાંત શર્માએ 48 બોલમાં ત્રણ વિકેટ લીધી હતી. અર્થાત્ જે ફાયદો ન્યૂઝીલેન્ડને થયો એ જ ફાયદો ભારતીય ટીમને થયો. પીચ ફાસ્ટ બોલર્સ માટે ફાયદાકારક નીવડી રહી છે. રવિચંદ્રન અશ્વિને 28 રન આપી બે વિકેટ લીધી હતી અને રવિન્દ્ર જાડેજાએ વીસ રન આપી એક વિકેટ લીધી હતી. જોકે જસપ્રીત બુમરાહ એક પણ વિકેટ લઈ નહોતો શક્યો. તેના વિશે નાસિર હુસૈને પણ કહ્યું હતું કે, ‘આ રીતે વિકેટ નહીં લઈ શકે.’

ઓપનિંગ બેટ્સમેન ડેવોન કોનવેએ ત્રીજા દિવસે 54 રનની ઈનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન કેન વિલિયમસને 177 બોલમાં 49 રન બનાવ્યા હતા. સાઉદીએ બે સિક્સની મદદથી ત્રીસ રન બનાવી મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

વિલિયમસને કેપ્ટન ઈનિંગ રમી પણ બાદમાં ઈશાંત શર્માની બોલ પર 50 રન પૂરા કરવા જતાં આઉટ થયો. દિવસની પ્રથમ સફળતા મોહમ્મદ શામીએ અપાવી હતી તેણે રોસ ટેલરને 11 રનમાં આઉટ કર્યો હતો. જ્યારે ઈશાંત શર્માએ ટીમના મહત્વના બેટ્સમેન હેનરી નિકોલ્સને માત્ર સાત રનમાં પવેલિયનનો રસ્તો બતાડી દીધો હતો. પોતાની અંતિમ ટેસ્ટ રમી રહેલા જે વાટલિંગને એક જ રનમાં શમીએ આઉટ કર્યો.

મોહમ્મદ શામીએ લંચ બાદ ન્યૂઝીલેન્ડની ટીમ પર દબાણ લાદ્યુ હતું. તેણે કોલિંન ડિ ગ્રેડહોમને 13 રન પર એલબીડબલ્યુ કર્યો હતો. એ પછી આક્રામક બની ક્રિઝ પર ઉતરનારા કાઈલ જેમીસનને 21 રનમાં પવેલિયન મોકલ્યો હતો. જેમિસને પહેલી બોલમાં જ સિક્સ ફટકારી દીધી હતી.

add

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments