Homeગુર્જર નગરીઅમદાવાદ: સગાઈ બાદ યુવકે અડપલાં કરી યુવતીને તરછોડી દીધી

અમદાવાદ: સગાઈ બાદ યુવકે અડપલાં કરી યુવતીને તરછોડી દીધી

Team Chabuk-Gujarat Desk: અમદાવાદના ચાંદખેડામાં સગાઈ કર્યા બાદ યુવાને અડપલાં કરી તારી સાથે લગ્ન નથી કરવાનું કહી તરછોડી દીધી છે. યુવતીએ તેના પૂર્વ મંગેતર વિરુદ્ધ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. જે સમયે સગાઈ હતી ત્યારે યુવક છેલબટાઉ બની યુવતીને અલગ અલગ જગ્યાએ ફરવા લઈ ગયો હતો અને ત્યાં શારીરિક અડપલાં કર્યા હતા.

થોડા સમય પહેલા શહેરના પોશ વિસ્તાર એવા ચાંદખેડામાં એક યુવતીએ પોતાના લગ્નનો બાયોડેટા સમાજના ગ્રુપમાં નાખ્યો હતો. સમાજના એક વડિલે તેનો બાપુનગરના એક યુવાન સાથે સંપર્ક કરાવ્યો હતો. આ યુવાન સાથે યુવતીની સગાઈ પણ થઈ ગઈ હતી. સગાઈ બાદ યુવાન યુવતીને ફરવા લઈ જતો હતો અને શારીરિક અડપલાં કરતો હતો. યુવતી આનાકાની કરતી કહેતી કહી કે, આ બધું લગ્ન પછી કરીશું પણ આ મદમસ્ત યુવાન માનતો નહોત.

સગાઈનું એક વર્ષ થતાં યુવાને પોતાનો રંગ દેખાડ્યો હતો. તેણે યુવતીને આપણી કુંડળી મેચ નથી થતી છતાં તને સહન કરું છું તેવું કહ્યું હતું. સગાઈમાં મધ્યમસ્થી એવા વડીલના ઘરે જઈ રૂપિયો નાળિયેર અને વીંટી પરત આપી ગયા હતા. ઉપરથી સગાઈ તોડવા માટે પૈસાની પણ લાલચ આપી હતી. યુવતીની સમાજમાં બદનામી થતી હોય તેણે આ અંગેની ફરિયાદ પોલીસ મથકમાં દાખલ કરાવી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments