Homeગુર્જર નગરીગાઈડલાઈનનાં લીરેલીરા: સુરતના રાજકીય આગેવાને પુત્રીનો જન્મદિવસ ભીડ એકઠી કરી જાહેરમાં ઉજવ્યો

ગાઈડલાઈનનાં લીરેલીરા: સુરતના રાજકીય આગેવાને પુત્રીનો જન્મદિવસ ભીડ એકઠી કરી જાહેરમાં ઉજવ્યો

Team Chabuk-Gujarat Desk: સુરતમાં અત્યાર સુધી મોજ ખાતર યુવાનો જાહેરમાં બર્થડે પાર્ટીની ઉજાણી કરતા હતા. એમાં બુટલેગરોના નામ આવ્યા અને હવે રાજકીય આગેવાનોમાં પણ સમજણનો છાંટો રહ્યો નથી લાગતો. તેઓ પણ ઘર બહાર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરીને ઉજાણી કરતા જોવા મળી રહ્યા છે.

જાહેરમાં કેક કટિંગ માટેનું સુરત તો જાણે વિશ્વભરમાં હબ બની ગયું છે. હવે કેક કટીંગની જે ઘટના બની છે તે સુરત નજીક આવેલ કનકપુર નગરપાલિકાના પૂર્વ શાસક પક્ષના નેતાએ અંજામ આપી છે. જેણે પોતાની પુત્રીના જન્મદિવસમાં જાહેરમાં લોકોને એકત્રિત કરી કોરોનાની ગાઈડલાઈનના લીરેલીરા ઉડાવી દીધા. શહેરમાં પોલીસ કમિશ્રનરનું જાહેરનામું હોવા છતાં સુરતમાં જાહેરમાં આવી પાર્ટીઓ થાય છે અને તેના વીડિયો પણ વાઈરલ થાય છે.

આ વીડિયો સુરત નજીક આવેલા સચિનના કનકપુર નગરપાલિકાના પૂર્વ શાસક પક્ષના નેતા રાજ કુમાર સિંહનો છે. તેમણે પુત્રીનો જન્મદિવસ હોય કેક કપાવી કોરોનાની ગાઈડલાઈનનાં જાહેરમાં લીરેલીરા ઉડાવી દીધા. રાજકીય આગેવાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાઈરલ થઈ રહ્યો છે. ઉજાણીમાં કાંઈ બાકી રાખવામાં નથી આવ્યું. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે અને કેરીઓ પણ ખવડાવવામાં આવી છે.

વીડિયો વાઈરલ થયા બાદ હવે રાજકીય આગેવાનની વિરૂદ્ધમાં પોલીસ કેવી કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે. કારણ કે અગાઉ જ્યારે કેક કટિંગના વાઈરલ વીડિયોમાં નામ સામે આવ્યા છે ત્યારે કાર્યવાહી માત્ર કાગળ પૂરતી જ થઈ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments