Homeગુર્જર નગરીઅમદાવાદ: એરહોસ્ટેસ રૂમમાં સૂતી હતી અને રૂમ પાર્ટનરનો મિત્ર આવી તેની સાથે...

અમદાવાદ: એરહોસ્ટેસ રૂમમાં સૂતી હતી અને રૂમ પાર્ટનરનો મિત્ર આવી તેની સાથે સૂઈ ગયો…

Team Chabuk-Gujarat: અમદાવાદના પોશ વિસ્તાર કહેવાતા ચાંદખેડામાં રહેતી સ્વરૂપવાન એર હોસ્ટેસની સાથે ન બનવાનો બનાવ બન્યો છે. આ એર હોસ્ટેસ પોતાની અન્ય ત્રણ રૂમ પાર્ટનરની સાથે રહેતી હતી. જેમાંથી એક એર હોસ્ટેસ પોતાના મિત્રોને બોલાવી દારૂ પાર્ટી કરતી હતી અને કાન ફાડી નાખે તે રીતે સંગીત વગાડતી હતી.

અન્ય એર હોસ્ટેસો રોજબરોજની આ ગતિવિધિથી કંટાળી ગઈ હતી. આ ધમાલ મસ્તી ન કરવાનું તેને એક એર હોસ્ટેસ રૂમ પાર્ટનરે કહ્યું હતું હતું. જોકે તે માની નહોતી. જ્યારે જયપુરથી તે પરત આવી અને પોતાના રૂમમાં ઉંઘી ગઈ ત્યારે દારૂના નશામાં ધૂત એક વ્યક્તિ તેના રૂમમાં આવી પહોંચ્યો અને તેના દેહને સ્પર્શ કરવા લાગ્યો.

સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગતો એવી છે કે આ એરહોસ્ટેસ મૂળ પંજાબની રહેવાસી છે. 25 વર્ષની વય છે. ચાંદખેડાના જગતપૂર રોડ પર આવેલા ફ્લેટમાં રહે છે. તેની સાથે છ મહિનાથી રૂમ પાર્ટનર તરીકે અન્ય ત્રણ યુવતીઓ પણ રહી રહી છે. પંજાબની આ યુવતી સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર જેટ એરલાઈન્સમાં એરહોસ્ટેસ તરીકેની કામગીરી કરે છે. ત્રણ મહિના પહેલાની વાત છે જ્યારે યુવતીના મિત્રો આ એર હોસ્ટેસનાં રૂમ પર આવ્યા હતા. દારૂ પાર્ટી અને મ્યૂઝીક પાર્ટી કરી હતી એટલું જ નહીં ચાર દિવસ ઘરે રોકાઈ ગયા હતા.

આવું ફરી એક વખત બન્યું. તેના મિત્રો પાછા આવ્યા. તેની રૂમ પાર્ટનરે આ અંગે તેને પૂછ્યું તો તેણે કહ્યું કે, ‘થોડા દિવસ અહીં રહેશે. મળવા માટે આવ્યા છે.’ આ યુવતની વધુ એક બહેનપણી દિલ્હી ચાલી ગઈ હતી. હવે પાર્ટી રોજ રોજ થવા લાગી હતી. માથુ ફાડી નાખે તેવું સંગીત વગાડવામાં આવતું હતું અને હોલમાં બેસી દારૂના ઘુંટડા ગળા નીચે ઉતારવામાં આવતા હતા. આગબબુલા થયેલી યુવતીએ આવું ન કરવાનું કહ્યું હતું જેની સામે તેની રૂમ પાર્ટનરે તેને એડજસ્ટ કરી લેવાનું જણાવ્યું હતું.

એક દિવસ આ યુવતી જયપુર ફ્લાઈટમાંથી પરત આવી અને પોતાના રૂમ પર ગઈ ત્યારે એ જ આખી માયાજાળ ફેલાયેલી હતી. રૂમ પાર્ટનરનાં મિત્રો દારૂના નશામાં ચૂર હતા. યુવતીએ આ બધાને અહીંથી જવાનું કહ્યું હતું, જેના પ્રતિકાર કરતા ઝઘડો થયો હતો. આખરે આ યુવતી પોતાના રૂમમાં જઈ ઊંઘી ગઈ હતી.

યુવતી જ્યારે ઉંઘતી હતી ત્યારે રૂમ પાર્ટનરનો મિત્ર મયંક તેના રૂમમાં આવી ગયો હતો. તેના બેડ પર તેની સાથે ઉંઘી ગયો હતો અને તેની પાસેથી અભદ્ર માગણી કર્યા બાદ તેના શરીરને સ્પર્શ કર્યો હતો. યુવતીએ બરાડા પાડી તેને આવું ન કરવાનું કહેતા મયંકે તેને પકડી લીધી હતી. જે પછી યુવતી દોડીને હોલમાં આવી ગઈ હતી.

યુવતીએ અંદર શું થયું તેની કાળી હકીકત બહાર રહેલા રૂમ પાર્ટનર અને તેનાં મિત્રોને જણાવી હતી. જોકે તેમણે આ યુવતીને ગાળો બોલી હતી. કાઢી મૂકવાની અને મારવાની ધમકી સુદ્ધા આપી હતી. રૂમના અન્ય પાર્ટનર વચ્ચે પડ્યા હતા અને પોલીસમાં ફોન કર્યો હતો. ચાંદખેડા પોલીસ તાત્કાલિક ફ્લેટ પર પહોંચી હતી અને ત્યાંથી શુભમ શેરાવત, મયંક શેરાવત, પ્રિયંકા, અને નીતીશ નામના શખ્સો સામે યુવતીએ છેડતી, ધમકી સહિતની ફરિયાદ નોંધવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments