Homeગુર્જર નગરીસુરત: બે વર્ષ જૂના ફેસબુક ફ્રેન્ડે પરિણીત મહિલાને દારૂ પીવડાવી બિભત્સ ફોટા...

સુરત: બે વર્ષ જૂના ફેસબુક ફ્રેન્ડે પરિણીત મહિલાને દારૂ પીવડાવી બિભત્સ ફોટા પાડી ધમકી આપી

Team Chabuk-Gujarat: સુરત શહેરમાં કૂદકે અને ભૂસકે દુષ્કર્મ અને છેડતીના બનાવો બની રહ્યા છે અને પોલીસ મથકે નોંધાઈ રહ્યા છે. સુરતમાં હવે જે બનાવ બન્યો છે તે ફેસબુકનાં કારણે બન્યો છે. અહીં બ્યુટી પાર્લરમાં કામ કરતી 38 વર્ષીય મહિલાની સાથે ફેસબુક દ્વારા મિત્રએ પ્રથમ તો મિત્રતા કેળવી હતી. બાદમાં તેને દારૂ પીવડાવી તેના બિભસ્ત ફોટા પાડ્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હવે અજાણ્યાઓ ફેસબુક માધ્યમનાં કારણે ઘરના સગલાઓ હોય એમ મિત્ર બની જાય છે. નથી આપણે તેમને મળ્યા હોતા, નથી આપણી પાસે તેની કોઈ જાણકારી હોતી. ફેસબુક થકી હવે લોકો નજીક તો આવ્યા જ છે પણ સાથે સાથે અઘટિત બનાવોની વણથંભી ઘટમાળાઓ પણ સર્જાય રહી છે અને પોલીસ ચોપડે નોંધાઈ રહી છે.

સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ સુરત શહેરનાં વરાછામાં રહેતી અને બ્યુટીપાર્લરનું કામ કરતી 38 વર્ષીય પરિણીતા સાથે બે વર્ષ પહેલા મનોજ વસૈયા નામના વ્યક્તિએ રિક્વેસ્ટ મોકલી મિત્રતા કેળવી હતી. એ પછી 25 જાન્યુઆરી 2019નાં રોજ મનોજે પરિણીતાના બ્યુટી પાર્લરના ફેસબુક આઈડી પર મેસેજ કરી તેના કૌટુંબિક મામાઓની ઓળખાણ આપી મિત્રતાને વધારે ગહેરી બનાવી હતી. આ બંને વચ્ચે અવાર નવાર મોબાઈલ ફોનમાં પણ વાતો થતી હતી.

અવાર નવાર વાતો થતી હોય મહિલાએ પણ તેના પર વિશ્વાસ મૂકી દીધો હતો. એક દિવસ મનોજે મહિલાને ડુમસના સુલતાનાબાદમાં આવેલ સાગર વિલા બંગ્લોમાં બોલાવી હતી. જ્યાં તેની સાથે મિત્ર પીન્ટુ વસૈયા, સંજય સેખડા અને દીનાબેન નામની યુવતી પણ હાજર હતી.

જ્યાં શરૂઆતમાં તો તમામ મિત્રોએ દારૂ પીધો હતો અને નશામાં ચૂર થઈ ગયા હતા. સાથે સાથે પરિણીતાને પણ દારૂ પીવડાવ્યો હતો. મનોજ વસૈયા સહિતના મિત્રોએ તેને અશ્લીલ ફોટા પાડ્યા હતા. તસવીરો ખેંચ્યા બાદ સમાજમાં બદનામ કરવાની બીક આપી, જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સમગ્ર ઘટના અંગે ગઈકાલે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આ ત્રણે સહિત દિના નામની મહિલાની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(તસવીર પ્રતીકાત્મક છે.)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments