Homeગુર્જર નગરીઅમદાવાદ: બોયફ્રેન્ડને મોંઘી ભેટ આપવા પરિણીતાએ ઘરમાં ચોરી કરી ફઈને પૈસા સાચવવા...

અમદાવાદ: બોયફ્રેન્ડને મોંઘી ભેટ આપવા પરિણીતાએ ઘરમાં ચોરી કરી ફઈને પૈસા સાચવવા આપ્યા, તો ફઈએ પોતાના બોયફ્રેન્ડને આપી દીધા

Team Chabuk-Gujarat Desk: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પતિ-પત્ની-વો અને ધાડ પાડવાના કિસ્સાએ ચર્ચા જગાવી છે. એક મહિલાએ પોતાના જ ઘરમાં પતિને ખબર ન પડે એ રીતે હાથફેરો કરી નાખ્યો. હાથફેરો કર્યો પોતાના બોયફ્રેન્ડ માટે અને પૈસા રાખી દીધા ફઈના ઘરમાં. જોકે ઘરમાં જ બોયફ્રેન્ડ-બોયફ્રેન્ડ ચાલતું હોય, ફઈનો પણ એક બોયફ્રેન્ડ હતો. એણે આ પૈસા પોતાના બોયફ્રેન્ડને તેના નબળા સમયમાં કામ આવે એ માટે આપી દીધા.

અમદાવાદ પૂર્વના વટવા વિસ્તારમાં બનેલી પ્રિયદર્શનની હંગામા કે હલચલ ફિલ્મ પ્રકારની ઘટના સાંભળ્યા બાદ, પહેલા તો હાસ્યનો ફૂંવારો છૂટે પણ પછી પરિવારના મોભી પર દયા પણ આવી જાય. વટવાની એક સોસાયટીમાં ઘરફોડ ચોરી થઈ હતી. ચોરી થઈ એટલે પોલીસ ફરિયાદ પણ થઈ. પોલીસને શંકા ત્યાંથી ગઈ કે જ્યાં ચોરી થઈ હતી ત્યાં આસપાસ બીજા કોઈના નહીં પણ ફરિયાદી પત્નીના જ હાથના નિશાન હતા.

પોલીસને ઉંધા કાન પકડાવી રહેલી આ પરિણીતા પર શંકા ગઈ એટલે તેમણે ઉલટ તપાસ કરી હતી. જેમાં સામે આવ્યું કે પરિણીતાને તો કોઈ અન્ય કુંવારા યુવક સાથે ઈશ્ક છે. આ ચોરી પણ એ ઈશ્કનાં કારણે જ થઈ હતી. પરિણીતા ઈચ્છતી હતી કે તે પોતાના આશિકને ગિફ્ટ આપે, આ માટે તેણી ચોરી કરી પોતાની ફઈને ત્યાં મુદ્દામાલ મૂકી આવી હતી, પણ બીચારી પરિણીતાને ખ્યાલ નહોતો કે ફઈનો પણ એક બોયફ્રેન્ડ છે. પોલીસે આ બંને મહિલાઓની પૂછપરછ કરી હતી. જે પછી પોલીસે બંને મહિલાઓની વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments