Homeગુર્જર નગરીવલસાડ: કિશોરીનો પીછો કરી છેડતી કરનારા ઈસમને પોલીસે સીધોદોર કરી દીધો

વલસાડ: કિશોરીનો પીછો કરી છેડતી કરનારા ઈસમને પોલીસે સીધોદોર કરી દીધો

Team Chabuk-Gujarat Desk: વલસાડમાં પોલીસે છેડતી કરનારાને ઝડપી પાડ્યો છે. 16 વર્ષની કિશોરી જ્યારે રસ્તા પરથી પસાર થતી હતી ત્યારે તેને હેરાન કરતો હતો. કિશોરીએ પણ બહાદુરીપૂર્વક પિતાને પોતાની સાથે તિથલ રોડથી કોસંબા રોડની વચ્ચે શું શું થઈ રહ્યું છે તે આપદા જણાવી હતી. આખરે પિતાએ પોલીસને જાણ કરતા પોલીસે છેડતીખોર નફ્ફટને પકડી પાડ્યો છે.

સમગ્ર ઘટના બની છે વલસાડના તિથલ રોડથી કોસંબા રોડની વચ્ચે, અહીંના એક ચોક્કસ વિસ્તારમાં પિતા અને ભાઈની સાથે રહેતી એક કિશોરીને પરણિત ઈસમ પરેશાન કરતો હતો. તે જ્યારે પણ ઘરની બહાર નીકળતી તેની હરકતો બેફામ ચાલુ થઈ જતી હતી. તેની આ હરકતોથી કિશોરી પરેશાન થઈ ગઈ હતી. પિતાને કેવી રીતે કહેવું તેની મૂંઝવણમાં મૂકાઈ ગઈ હતી.

જોકે ગઈકાલ સાંજના કિશોરી જ્યારે ઘરની બહાર કોઈ કામ માટે ગઈ હતી ત્યારે આ ઈસમે તેનો રાબેતા મુજબ પીછો કર્યો હતો. આ વખતે માત્ર પીછો જ નહીં પણ છેડતી પણ કરી હતી, જેથી રડતાં રડતાં કિશોરી ઘરે આવી હતી.  કિશોરીએ આ વખતે હિંમત કરી પિતાને તમામ હકીકતથી વાકેફ કરી દીધા હતા. જે પછી પોલીસે ફરિયાદ નોંધી આ નફ્ફટ છેડતીખોરની વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments