Homeગુર્જર નગરીઅમદાવાદ: ખાનગી હોસ્પિટલના પુરુષ કર્મચારીએ મહિલા કર્મચારીને એકાંતમાં બોલાવી છાતી અને ગુપ્તભાગે...

અમદાવાદ: ખાનગી હોસ્પિટલના પુરુષ કર્મચારીએ મહિલા કર્મચારીને એકાંતમાં બોલાવી છાતી અને ગુપ્તભાગે સ્પર્શ કરી સંબંધો બાંધવાનું કહ્યું

Team Chabuk-Gujarat Desk: અમદાવાદની ચાંદખેડા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં મહિલાની સાથે છેડતીનો બનાવ બન્યો છે. અહીં સાથી કર્મચારીએ મહિલા કર્મચારીને સ્પેશિયલ રૂમમાં સાફ સફાઈનું કામ હોવાની કહી, પોતાની પાસે બોલાવી હતી અને તેના અંદર આવતા જ દરવાજો બંધ કરી દીધો હતો. બાદમાં જબરદસ્તી મહિલાની છાતીના ભાગે અને ગુપ્તાંગના ભાગે હાથ ફેરવી બળાત્કારનો પ્રયાસ કર્યો હતો.

advertisement-1

પુરુષ કર્મચારીએ મહિલા કર્મચારીને સેક્સ કરવાનું પણ કહ્યું હતું. મહિલાએ તુરંત જ આ વ્યક્તિને ધક્કો માર્યો હતો અને દરવાજો ખોલી બહાર નીકળી ગઈ હતી. તેણે મહિલા ડોક્ટરોને આપવીતીની જાણ કરતા પોલીસ ફરિયાદ કરવાનું સૂચન આપ્યું હતું. આખરે પોલીસ ફરિયાદ કરતા હોસ્પિટલના આ શોખીન કર્મચારી વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

advertisement-1

આ સમગ્ર ઘટના બની છે અમદાવાદના ચાંદખેડાના શિવ શક્તિનગર બસ સ્ટેન્ડની સામે આવેલ પ્રાંજના હેલ્થ સેન્ટર હોસ્પિટલમાં. જેમની સાથે આ ઘટના બની છે તે મહિલા હાઉસ કિંપર તરીકે ચાર દિવસ પૂર્વે જ હોસ્પિટલ સાથે જોડાઈ હતી. પરિવારમાં પતિ અને એક બાળક છે. શનિવારના રોજ આ મહિલા જ્યારે સાફ સફાઈ કરી રહી હતી ત્યારે પંકજ પ્રજાપતિ નામના વ્યક્તિએ મહિલાને સ્પેશિયલ રૂમમાં સાફ સફાઈ કરવાની હોય આ માટે બોલાવી હતી. મહિલા ત્યાં પહોંચી અને થોડીવારમાં પોત પ્રકાશવા પંકજ પણ ત્યાં આવી પહોંચ્યો હતો.

advertisement-1

અહીં પંકજે દરવાજો બંધ કરી મહિલાની એકલતાનો લાભ ઉઠાવતા તેની છાતી અને ગુપ્તભાગને સ્પર્શ કરી સંબંધો બાંધવાનું કહ્યું હતું. ગભરાયેલી મહિલાએ હિંમત એકઠી કરી અને પંકજને ધક્કો મારી ત્યાંથી ઝટપટ નીકળી ગઈ હતી. તેણીએ સ્ટાફની મહિલા ડોક્ટરોને પોતાની સાથે બનેલી ઘટના અંગે જાણ કરતા તેમણે પોલીસ ફરિયાદ કરવાનું કહ્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments