Homeગુર્જર નગરીજેમને તાજમહેલ પસંદ છે તેની નજરમાં ખામી, તાજમહેલ કરતાં અક્ષરધામ સારું છેઃ...

જેમને તાજમહેલ પસંદ છે તેની નજરમાં ખામી, તાજમહેલ કરતાં અક્ષરધામ સારું છેઃ સી.આર.પાટીલ

Team Chabuk-Gujarat Desk: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજે બોટાદ જિલ્લાના ગઢડાની મુલાકાતે હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ₹ 20 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત લિંબતરું યાત્રીક ભવનનું લોકાર્પણ અને ધર્મસભાનો કાર્યક્રમ યોજાયો હતો. ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલે ગઢડામાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે પણ માથુ ટેકવ્યું હતું. સંતો મહંતોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલનું સ્વાગત કર્યું હતું. આ તકે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે એક મહત્વનું નિવેદન આપ્યું હતું.

કાર્યક્રમમાં અક્ષરધામ વિશે સી.આર. પાટીલે મહત્વનું નિવેદન આપ્યું હતું. સી.આર.પાટીલે કહ્યું કે, ‘હવે મંદિરો ભવિષ્યમાં બનશે કે કેમ તેના પર શંકા છે. તાજમહેલ કરતાં દિલ્હીના આક્ષરધામના દર્શન કરો. જેમને તાજમહેલ પસંદ પડ્યો તેમની નજરમાં ખામી. પણ મારી નજર સારી છે. મારી નજરે તાજમહેલ કરતા અક્ષરધામ સારું છે. અક્ષરધામમાં તાજમહેલથી વધુ ધન્યતા મળે છે. આ મંદિરના નિર્માણથી પ્રેરણા મળવાની છે. દેશની દુનિયામાં છવાયેલી છબીમાં વધારો થશે.’

આમ, પોતાના નિવેદનમાં સી.આર. પાટીલે ગાંધીનગરના અક્ષરધામ મંદિરને તાજમહલ કરતા સારું ગણાવ્યું હતું. આ પ્રસંગે સી.આર. પાટીલે કહ્યું કે ભાજપના કાર્યકરો 2022ની ચૂંટણીને લઈને એક્શનમાં આવી ગયા છે. સાથે કહ્યું કે, ભાજપના કાર્યકરો દરેક અવસરમાં સેવાના કામ કરે છે. જેથી રક્તતુલા જેવા કાર્યક્રમો કરી જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે. 

advertisement-1

કાર્યક્રમમાં સી.આર. પાટીલે પોતાના સંબોધન દરમિયાન નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પણ ભરપુર વખાણ કર્યા હતા. પાટીલે કહ્યું કે, મુખ્યમંત્રી રાજકારણમાં કઈ રીતે આવ્યા તે તપાસનો વિષય છે. મુખ્યમંત્રી ખૂબ જ ભોળા માણસ છે. મુખ્યમંત્રી ભલે ભોળા છે પણ તેમને કોઈ છેતરી નહીં શકે. ઘણીવાર એમને અમારે રોકવા પડે છે કે સાહેબ સાચવીને. સામેવાળો ગમે એટલો ચાલાક હશે પણ CM ને છેતરી નહીં શકે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments