Homeગામનાં ચોરેબીજા લગ્નમાં 50 લાખ મળતાં હોવાથી સબ ઈન્સ્પેક્ટરે પાંચ માસની ગર્ભવતી પત્નીને...

બીજા લગ્નમાં 50 લાખ મળતાં હોવાથી સબ ઈન્સ્પેક્ટરે પાંચ માસની ગર્ભવતી પત્નીને કારથી કચડાવી નાખી

Team Chabuk-Gujarat Desk: હરિયાણાના યુમાનગરમાં પાંચ માસની ગર્ભવતી પત્નીની હત્યાના આરોપમાં રેલવે પોલીસમાં સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા પતિની ધરપકડ કરવામાં આવી છે. પત્નીને પોતાના રસ્તામાંથી હટાવવા માટે સબ ઈન્સ્પેક્ટર પતિએ અકસ્માત કરાવીને ઘટનાને દુર્ઘટનામાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પતિના ગુનાનો પર્દાફાશ થઈ ગયો અને પોલીસની પકડમાં આવી ગયો.

યમુનાનગરના પોલીસ વડા કમલદીપ ગોયલે જણાવ્યું કે સમગ્ર ઘટનાની તપાસ આરોપ શાખા યમુનાનગર-1ને સોંપવામાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન ફરકપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યા થઈ હોવાનું ખુલ્યું હતું. પોલીસે હત્યાના આરોપસર મુખ્ય આરોપીને ઝડપી લીધો છે. જે રેલવે પોલીસમાં સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. જેનું નામ અફસર અલી છે. પોલીસ ઈન્સ્પેક્ટર અફસર અલી પર આરોપ છે કે તેણે પોતાની પાંચ માસની ગર્ભવતી પત્ની નજમાની પોતાના પિતરાઈ ભાઈ સાથે મળીને યોજનાપૂર્વક હત્યા કરી છે. હત્યાની આ ઘટનાને તેણે રોડ અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરીને પોલીસને પણ ધંધે લગાવવાનું કામ કર્યું છે.

હત્યાની આ ઘટનાની વાત કરીએ તો, પોલીસની ટીમ જ્યારે સમગ્ર મામલાની તપાસ કરી રહી હતી ત્યારે જે કારથી પત્ની નજમાનો અકસ્માત થયો હતો તે અફસર અલીના ઉત્તર પ્રદેશ સ્થિત ગામની કાર નીકળી. ત્યારબાદ અફસર અલીએ પુછપરછમાં પોતાનો ગુનો કબૂલી લીધો. જેથી પોલીસે તેની ધરપકડ કરી લીધી અને જેલના સળિયા ગણતો કરી દીધો. પોલીસ આરોપી પતિને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરશે અને આ હત્યાકાંડમાં સામેલ અન્ય આરોપીઓને પણ ઝડપથી પકડી લેવામાં આવશે.

રેલવે પોલીસમાં સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતાં અફસર અલીની બરેલીની નજમા સાથે ફેસબુક પર મુલાકાત થઈ હતી. બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા બન્નેએ શારિરીક સંબંધ પણ બાંધ્યા હતા પરંતુ અફસર અલી લગ્ન કરવા માગતો ન હતો. જો કે વાત પોલીસ સુધી પહોંચે તેના ડરથી અફસર અલીએ નજમા સાથે 2019માં લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ ત્રણ તલાકનો કાયદો આવી જતાં અફસર અલી નજમાને છોડી શકે એમ ન હતો.

બાદમાં અફસર અલીએ પોતાના પિતરાઈ ભાઈ અને અન્ય બે લોકો સાથે મળીને પાંચ માસની ગર્ભવતી પોતાની પત્ની નજમાને રસ્તામાંથી હટાવવા માટેની યોજના બનાવી. યોજના પ્રમાણે અફસર અલી પોતાની પત્ની નજમાને ફરવાના બહાને બહાર લઈ ગયો. ત્યારબાદ રાહ જોઈને બેઠેલા અફસર અલીના પિતરાઈ ભાઈ અને અન્ય સાથીઓએ મોકો જોઈને નજમા પર સ્કોર્પિયો કાર ચડાવી દીધી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી નજમાને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી પરંતુ ત્યાં તેનું મોત નિપજ્યું.

આરોપી અફસર અલી ઝડપાઈ જતાં મૃતક નજમાના પરિવારજનોને રાહત થઈ છે. નજમાના ભાઈ મોહમ્મદ ઈદરીશે જણાવ્યું કે, લગ્ન થયા પછીથી જ અફસર અલી તેની બહેનને દહેજને લઈને હેરાન કરી રહ્યો હતો. જેથી મકાન વેચીને અમે તેને 12 લાખ રૂપિયા પણ આપ્યા. અફસર અલી બીજા લગ્ન કરવા માંગતો હતો અને તેને ત્યાંથી 50 લાખ રૂપિયા મળવાના હતા. રેલવે વિભાગે અફસરને સારા કામ બદલ ઈન્સ્પેક્ટર તરીકે પ્રમોશન આપ્યું હતું. પરંતુ નજમાની ફરિયાદ બાદ તેને ડિમોશન કરીને સબ ઈન્સ્પેક્ટર બનાવી દીધો હતો. આ કરણોસર પણ તેણે નજમાની હત્યા કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

advertisement-1

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments