Team Chabuk-Gujarat Desk: ગઈકાલે વડોદરામાં એક કિસ્સો સામે આવ્યો હતો જ્યાં દહેજના ત્રાસથી તો ઠીક પણ પતિ નપુંસક હોય અને શરીર સુખ ન આપતો હોવાથી પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાને સાસરિયા માનસિક ત્રાસ આપતા હતા. હવે તેનાથી થોડો વિપરિત કિસ્સો અમદાવાદમાં નોંધાયો છે. અમદાવાદના પોશ વિસ્તાર ચાંદખેડામાં પરિણીતાએ પતિની વિરૂદ્ધ શારીરિક અને માનસિક ઉત્પીડનની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાનો એવો ચોંકાવનારો આક્ષેપ છે કે, દહેજ માટે પતિ એટલો ત્રાસ આપતો હતો કે તે ચોધાર આંસુએ રડી ન પડે ત્યાં સુધી શરીર સંબંધ બાંધતો હતો.

અમદાવાદના ચાંદખેડામાં રહેતી 37 વર્ષીય મહિલાના વેવિશાળ 2006માં થયા હતા. લગ્નનો શરૂઆતનો તબક્કો સારી રીતે પસાર થયો હતો. સાસરિયા તરફથી કોઈ દુ:ખ નહોતું. બીજી બાજુ પરિણીતાના પરિવારે પછેડી મુજબ સોડ તાણી દહેજ પણ આપ્યું હતું. ખોળો ભરાતા મહિલાએ બે સંતાનોને પણ જન્મ આપ્યો હતો. જોકે જેવા તેના જેઠના લગ્ન થયા મહિલાના આકરા પાણીના દિવસો શરૂ થઈ ગયા હતા. સાસરિયા પક્ષનાં લોકો તેને આકરાં મેણાટોણા મારી ઘરેથી દાગીના અને પાંચ લાખ રૂપિયા વધુ લાવવાનું દબાણ લાદતા હતા. પરિવારજનોનો રંગ કાચિંડાની જેમ બદલવા લાગ્યો હતો.

સાસરિયાના કહેવાથી પતિ તેને માર મારતો હતો. ઝઘડો કરતો હતો અને બળજબરીથી, ક્રૂરતાપૂર્વક શરીર સંબંધ બાંધતો હતો. પરિણીતા જ્યાં સુધી રડી ન પડે ત્યાં સુધી તે આનંદ લેતો હતો. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પતિ તેને પત્ની ગણવાની જગ્યાએ તેની સાથે ઘરની નોકરાણી જેવો વ્યવહાર કરતો હતો. બળજબરીથી શારીરિક સુખ લેતા પતિને પત્ની ઈન્કાર કરતી ત્યારે પતિ કહેતો, તારા જેવી બહાર હજ્જારો મળે છે, હું કહું એમ જ સંબંધ બાંધવાના.

મહિલા પોતાના સંસારને મુઠ્ઠીમાં બાંધી રાખવા માટે આ બધા ત્રાસ સહન કરતી ગઈ હતી. એવામાં મહિલાએ ફિક્સ ડિપોઝીટમાં મૂકેલા નાણા પણ દબાણ કરી ઉપાડી લઈ તેને પતિએ ઘરમાંથી તગેડી મૂકી હતી. આખરે પરિણીતા રસાતલ થઈ જવા સુધીની ઘડી આવી જતા પોલીસ ફરિયાદ નોંધવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત