Team Chabuk-International Desk: અમેરિકાના વ્હાઈટ હાઉસમાં શુક્રવારે ક્વાડ દેશોની બેઠક પૂર્ણ થઈ હતી. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે, વિદેશ મંત્રી એસ.જયશંકર, એનએસએ અજીત ડોવાલ અને વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલા પણ સામેલ હતા. બેઠકમાં સંબોધનનો આરંભ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા કરવામાં આવ્યો હતો. બાઈડન બાદ ભારતના પ્રધાનમંત્રીએ ક્વાડના સભ્યોને સંબોધિત કર્યા હતા.

ભારતના પ્રધાનમંત્રીએ કહ્યું કે, પ્રથમ ફિઝિકલ ક્વાડ સમિટની ઐતિહાસિક પહેલ માટે રાષ્ટ્રપતિ જો બાઈડનનો ખૂબ ખૂબ આભાર. આપણે ચાર દેશો પ્રથમ વખત 2004ની સુનામી બાદ ઈન્ડો પેસિફિક ક્ષેત્રની મદદ માટે એક સાથે આવ્યા હતા. આજે જ્યારે વિશ્વ કોરોના વાઈરસ મહામારીનો સામનો કરી રહ્યું છે, તો ક્વોડના રૂપે આપણે ફરી એક સાથે મળીને માનવતાના હિતમાં જોડાઈએ. અમારું ક્વોડ વેક્સિન ઈનીશિએટિવ હિન્દ અને પ્રશાંત ક્ષેત્રના દેશોની મદદ કરશે.

પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે, પોતાના લોકતાંત્રિક મૂલ્યોના આધાર પર ક્વોડે સકારાત્મક વિચાર, સકારાત્મક દૃષ્ટિકોણની સાથે આગળ વધવાનો નિર્ણય લીધો છે. સપ્લાઈ ચેન હોય કે વૈશ્વિક સુરક્ષા હોય, જળવાયુના મુદ્દા પર કાર્યવાહી હોય કે કોવિડ રિસ્પોન્સ કે ટેકનિકમાં સહયોગ, આ તમામ વિષયો પર મને મારા સાથીઓ સાથે ચર્ચા કરી ખૂબ જ ખુશી મળશે. આપણું ક્વાડ એક રીતે ફોર્સ ફોર ગ્લોબલ ગુડની ભૂમિકામાં કામ કરશે. મને વિશ્વાસ છે કે ક્વોડમાં અમારો સહયોગ હિન્દ-પ્રશાંત ક્ષેત્ર અને વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરશે.
અમેરિકાના રાષ્ટ્રપતિએ શું કહ્યું ?
ક્વાડ દેશોની બેઠકમાં સૌથી પહેલું સંબોધન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનનું હતું. તેમણે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મૉરિસન, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જાપાનના પ્રધાનમંત્રી પીએમ યોશિહિદે સુગાનું સ્વાગત કર્યું હતું. બાઈડને કહ્યું કે, આ સમૂહમાં તમામ લોકતાંત્રિક ભાગીદારો છે. જે વિશ્વનો દૃષ્ટિકોણ સામે રાખે છે અને એક જેવા વિચાર ધરાવે છે. આ તમામ દેશો આપણા સમયના સૌથી મોટા પડકારનો સામનો કરવા માટે એક સાથે આવ્યા છે. આજથી છ મહિના પહેલા જ્યારે અમારી મુલાકાત થઈ હતી, ત્યારે આપણે મુક્ત હિંદ-પ્રશાંતના એજન્ડા પર વાત કરી હતી. આજે હું એ ગર્વથી કહીશ કે આપણે શ્રેષ્ઠ પ્રગતિ કરી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે, અમારા વેક્સિન ઉત્પાદનની પહેલ હેઠળ ભારત વધારે એક અરબ વેક્સિનના ડોઝનું ઉત્પાદન કરશે. આ વેક્સિનનો ડોઝ વેક્સિનની સપ્લાઈને ઝડપી બનાવશે. આજે અમે ચારે દેશના વિદ્યાર્થીઓ માટે ક્વાડ ફેલોશિપ પણ લોન્ચ કરીએ છીએ. જેથી સ્ટેમ (સાયન્સ-ટેક્નોલોજી અને મેથેમેટિક્સ) જેવા કાર્યક્રમોમાં એડવાન્સ ડિગ્રી માટે વિદ્યાર્થીઓ અમેરિકામાં આવી અભ્યાસ કરી શકે. આ અમારા તરફથી આવતીકાલના નેતૃત્વકર્તાઓ, નવપ્રવર્તક અને આગેવાનોને બનાવવાનું રોકાણ હશે.
ઓસ્ટ્રેલિયાના પીએમ
ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કૉટ મૉરિસનનો આગામી ક્રમાંક હતો. તેમણે કહ્યું કે, અમે સ્વતંત્ર અને ખુલ્લા હિંદ-પ્રશાંત ક્ષેત્ર પર ભરોસો કરીએ છીએ, કારણ કે આ રીતે જ એક ક્ષેત્ર મજબૂત થાય છે. ક્વોડ એ દર્શાવવાનું મંચ છે કે અમારા જેવું લોકતંત્ર કેવી રીતે સાથે મળીને કામ કરે છે. દુનિયાનો આવો કોઈ ભાગ આટલો ગતિશીલ નથી. જેટલો આ સમયે હિંદ-પ્રશાંતનું ક્ષેત્ર છે.

જાપાનના પીએમ
જાપાનના પ્રધાનમંત્રી યોશિહિદે સુગાએ કહ્યું હતું કે, ક્ષેત્રના પડકારો હોય કે કોરોના હોય, ક્વાડે હંમેશાં સહયોગ કર્યો. અમે અહીં પહેલી વખત આમને સામને ક્વોડ બેઠક માટે એકઠા થયા છીએ. આ બેઠક આપણા ચાર દેશોની વચ્ચે એકજૂટ સંબંધો અને એક મુક્ત હિંદ-પ્રશાંત ક્ષેત્ર માટે અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત