Homeદે ઘુમા કે‘હજાર ઘંટીનો લોટ ખાનારા’ ધોની સામે કોહલીની ટીમનો પરાજય

‘હજાર ઘંટીનો લોટ ખાનારા’ ધોની સામે કોહલીની ટીમનો પરાજય

Team Chabuk-Sports Desk: વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને યૂએઈમાં સતત સાતમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. આઈપીએલ-13માં આરસીબીને અહીંના અંતિમ પાંચ મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. આઈપીએલના સેકન્ડ લેગમાં પણ આરસીબી માટે એ જ વાર્તાનું પુનરાવર્તન થયું છે.ધોનીની ચૈન્નઈ સુપરકિંગ્સે છ વિકેટમાં 156 રન પર આરસીબીનો રથ રોકી દીધો હતો. એ પછી લક્ષ્યને અગિયાર બોલ અને ચાર વિકેટ રહેતા પ્રાપ્ત કરી લીધું હતું. ચૈન્નઈ માટે ઓપનર ઋતુરાજ ગાયકવાડે 38, ફૉફ ડુ પ્લેસિસ 31 રન કરી પહેલી વિકેટ માટે 71 રનની ભાગીદારી નોંધાવી હતી.

rps baby world

નવમી ઓવરમાં ચહલની બોલ પર કોહલીએ ગાયકવાડનો કેચ પકડી લીધો હતો અને ટીમને પ્રથમ સફળતા મળી હતી. આગામી ઓવરમાં ફૉફ ડુ પ્લેસિસ પણ આઉટ થયો હતો. મેદાનમાં ચૈન્નઈ 78 રન પર બે વિકેટ ગુમાવી ચૂક્યું હતું. ઈનિંગને આગળ ધપાવવાનું કામ મોઈન અલી 23 અને રાયડુ 32એ કર્યું હતું. કોહલીએ  હર્ષલની ઓફ કટર બોલમાં મોઈન અલીનો કેચ પકડી લીધો હતો. રાયડુ પણ હર્ષલનો જ શિકાર બન્યો હતો. ધોનીએ નોટ આઉટ 11 અને સુરેશ રૈનાએ નોટ આઉટ 17 રન કરતા પાંચમી વિકેટ માટે 24 રન જોડી ચૈન્નઈએ જીત મેળવી લીધી હતી.

rps baby world

આ પહેલા ચૈન્નઈ સુપરકિંગ્સે ટોસ જીતી બેંગ્લોરને બેટિંગ માટે આમંત્રિત કરી હતી. કેપ્ટન વિરાટ કોહલીએ 53 રન કરી પરત ફોર્મમાં ફર્યો હતો. દેવદત્ત પડિક્કલે 70 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. પ્રથમ વિકેટ માટે 111 રનની ભાગીદારી હોવા છતાં છ વિકેટના નુકસાન પર ટીમ માત્ર 156 રન બનાવી શકી હતી. બેંગ્લોરે પ્રથમ 10 ઓવરમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર 90 રન બનાવ્યા હતા. આગામી દસ ઓવરમાં જ આરસીબીની ટીમનું ફિંડલું વળી ગયું હતું. ટીમ બાકીની ઓવરમાં માત્ર 66 રન જોડી શકી હતી.

rps baby world

આરસીબીના ઓપનરોની શરૂઆત સારી રહી હતી. એક પણ બોલ આરસીબીએ વેડફ્યો નહોતો. પ્રથમ વિકેટની ભાગીદારીનો અંત ડ્વેન બ્રાવોએ કર્યો હતો. કોહલીએ સિક્સ ફટકારવાની કોશિશ કરી અને જાડેજાના હાથે કેચ આઉટ થયો હતો. 17મી ઓવરની અંતિમ બોલમાં એબી ડિવિલિયર્સ બાદ પડિકક્લ પવેલિયન પહોંચ્યો હતો, એ પછી ઘાતક મેક્સવેલે 11 રન નોંધાવી નામ બડે ઔર દર્શન છોટેની કહેવતને ફરી સાર્થક સાબિત કરી હતી. હર્ષલ પટેલે ત્રણ રન કર્યા હતા. મેચમાં બ્રાવોએ ત્રણ અને શાર્દુલે બે વિકેટ લીધી હતી.

rps baby world

મેચમાં આકર્ષણનું કેન્દ્ર ટિમ ડેવિડ રહ્યો હતો. એ આઈપીએલમાં રમનારો સિંગાપુરનો પ્રથમ ખેલાડી બની ચૂક્યો છે. તેણે ત્રણ બોલમાં એક રન બનાવ્યો હતો. લીગમાં રમનારો ટિમ એવો પ્રથમ ખેલાડી છે જે દેશની ટીમને આઈસીસી તરફથી કોઈ આંતરાષ્ટ્રીય ફોર્મેટની માન્યતા નથી મળી. જણાવી દઈએ કે શારજહામાં રેતીનો તોફાન આવતા ટોસ ત્રીસ મિનિટ લેટ થયો હતો. શારજહામાં વારંવાર સેન્ડ સ્ટોર્મ આવતા રહે છે અને આજે પણ કંઈક આવું જ થયું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments