Team Chabuk-Gujarat Desk: અમદાવાદની લો ગાર્ડન વિસ્તારની પાસે આવેલ જી.એલ.એસ કોલેજમાં કોલેજીયનો વચ્ચે યુવતીએ એક ગ્રુપમાંથી બીજા ગ્રુપમાં ચાલી જતા મનમોટાવ ચાલી રહ્યો હતો. જેનો ઉકેલ લાવવા માટે બે યુવકો કોલેજની કેન્ટીન પાસે એકઠા થયા હતા. અહીં ઉગ્ર બોલાચાલી થયા બાદ એક યુવકે અન્ય યુવકના માથામાં કાતર મારી દીધી હતી. કાતરનો એક ટૂકડો માથાના ભાગની અંદર રહી જતા યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટના અંગે નવરંગપુરા પોલીસે યુવકની ધરપકડ કરી હતી.
આ સમગ્ર ઘટનાની વિગતો કંઈક એવી છે કે, ગીર સોમનાથમાં રહેતો વીસ વર્ષીય માનવ નવરંગપુરા વિસ્તારમાં તેના મિત્રોની સાથે રહે છે અને જી.એલ.એસ કોલેજમાં બીબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેને જૈનીશ જોશી નામનો તેનો જૂનાગઢનો મિત્ર અમદાવાદ મળવા આવ્યો હતો. જ્યાં માનવે તેને જણાવ્યું હતું કે કોલેજમાં ભણતી એક છોકરી યશ શાહના ગ્રુપમાંથી આપણા ગ્રુપમાં આવી છે. આ વાત યશને પસંદ નથી અને તે કેન્ટીનની પાસે મળવા માગે છે.
જૂનાગઢથી આવેલો મિત્ર જેને આ ઘટનામાં કંઈ લેવાદેવી નહોતી તે માનવની સાથે યશને મળવા માટે કેન્ટીનમાં પહોંચ્યો હતો. જ્યાં પહેલા ચર્ચા થઈ હતી પણ બાદમાં વાતવરણ ઉગ્ર થઈ જતા રોષે ભરાયેલા યશે જૈનીશના માથામાં કાતર ફટકારી દીધી હતી.
કાતર મારી યશ ભાગવા જતો હતો ત્યાં તેને પકડીને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. બીજી બાજુ જૈનીશને માથાના ભાગે વાગ્યું હોય તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત