Homeસિનેમાવાદધડાકો: થલપતિ વિજયે તેના માતા પિતા વિરુદ્ધ જ કેસ ફાઈલ કરી નાખ્યો

ધડાકો: થલપતિ વિજયે તેના માતા પિતા વિરુદ્ધ જ કેસ ફાઈલ કરી નાખ્યો

Team Chabuk-Cinema Desk: દક્ષિણના ખ્યાતનામ અભિનેતા અને હિન્દી સિનેમામાં પણ જેમની લોકપ્રિયતા ચરમસીમા પર છે એવા થલપતિ વિજયે મદ્રાસ હાઈકોર્ટમાં પોતાના માતા પિતાની વિરુદ્ધ કેસ ફાઈલ કર્યો છે. વિજયે તેના માતા પિતા સિવાય અગિયાર લોકોની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.

વિજયના પિતા અને નિર્દેશક એસકે ચંદ્રશેખરે થોડા સમય પહેલા એક રાજકીય પાર્ટી શરૂ કરી હતી. આ પાર્ટીનું નામ ઓલ ઈન્ડિયા થલાપતિ વિજય મક્કલ ઈયક્કમ હતું. જણાવવામાં આવ્યું કે ચૂંટણી આયોગમાં નોંધાયેલ આ પાર્ટીમાં જનરલ સેક્રેટરી તરીકે વિજયના પિતાનું નામ અને તેની માતા શોભા ચંદ્રશેખર તેની ટ્રેઝરર છે.

થોડા સમય પહેલા જ વિજયે આ પાર્ટીને લઈ નિવેદન આપ્યું હતું કે, આ પાર્ટી સાથે તેમને કંઈ લાગતું વળગતું નથી. પોતાના નિવેદનમાં વિજયે પોતાના ફેન્સને સ્પષ્ટ અપીલ કરી હતી કે મારું નામ જોઈને પાર્ટી સાથે ન જોડાઈ જતા. વિજયે આ પૂર્વે જ કહી દીધું હતું કે, કોઈ પણ તેમનું નામ, તેમની તસવીર અથવા તો ફેન ક્લબનો ઉપયોગ કરે છે, તો એ તેઓની વિરુદ્ધ કેસ ફાઈલ કરી નાખશે. એવામાં હવે અન્ય કોઈ નહીં પણ તેમના માતા પિતા સહિત અગિયાર લોકોની વિરુદ્ધ જ વિજયે કેસ ફાઈલ કરી દીધો છે.

કોણ છે થલપતિ વિજય?

છેલ્લે કમર્શીયલ હિટ માસ્ટર ફિલ્મમાં નજર આવેલ થલપતિ વિજય દક્ષિણ સિનેમાનું મોટું નામ છે. રજનીકાંત બાદ વિજયના ફેન્સની સંખ્યા સૌથી વધારે છે. પોતાની એક્શન ફિલ્મો અને સ્ટાઈલના કારણે વિજયે ન માત્ર દક્ષિણમાં પણ સમગ્ર ભારતમાં લોકપ્રિયતાનો ઝંડો ખોડી દીધો છે. લીડ અભિનેતા તરીકે તેમની પ્રથમ ફિલ્મ 1992માં રિલીઝ થયેલી નાલયા થીરપૂ હતી. વિજયે જ્યારે આ ફિલ્મમાં કામ કર્યું ત્યારે તેમની ઉંમર માત્ર 18 વર્ષની હતી.

દક્ષિણ સિનેમામાં વિજયની ઓળખ લોકપ્રિય અભિનેતા તરીકેની રહી છે. માસ્ટર, સરકાર, થુપક્કી, જિલા અને આવનારી બીસ્ટ ફિલ્મના કારણે તેઓ ચર્ચામાં છે. થોડા સમય પહેલા જ મદ્રાસ હાઈકોર્ટે તેમના પર એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. 2012માં તેમણે લંડનથી એક લક્ઝરી કાર મંગાવી હતી પણ તેનો ટેક્સ ચૂકવ્યો નહોતો. આ શ્રેણીમાં જ ધનુષને પણ મદ્રાસ હાઈકોર્ટે ફટકાર લગાવી હતી.

સુપરસ્ટાર વિજયને અભિનય સિવાય ગાડીઓનાં કલેક્શનનો શોખ છે. તેમની એક એક કારની કિંમત કરોડમાં બોલે છે. જ્યારે સમય મળે ત્યારે અલગ અલગ કારનો ઉપયોગ કરી ધાકડ એન્ટ્રી મારવામાં તે ઉસ્તાદ છે. ફિલ્મો સિવાય વિજયના આ અવતારના અને શોખના કારણે જ તેમના ફેન્સની સંખ્યા વધારે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments