Team Chabuk-Political Desk: બીજેપીના પ્રબુદ્ધ વર્ગ સમ્મેલનમાં પહોંચેલા ઉત્તર પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ હ્રદયનારાયણ દીક્ષિતે રવિવારે વિવાદિત નિવેદન આપી દીધું હતું. વિધાનસભા અધ્યક્ષ પ્રબુદ્ધ વર્ગનું ઉદાહરણ આપી રહ્યા હતા. એવામાં તેમની જીભમાંથી ન નીકળવાના શબ્દો નીકળી ગયા હતા.
વિધાનસભાના અધ્યક્ષ હ્રદયનારાયણ દીક્ષિતે કહ્યું કે, આપણા લોકોની દૃષ્ટીમાં કોઈ પુસ્તકો વાંચી પ્રબુદ્ધ નથી બની જતું. મેં તો છ હજાર પુસ્તકો વાંચ્યા છે. 31 પુસ્તકો બિન્દુ વિશ્લેષણ પર છે. વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે, ગાંધીજી અખબાર વાંચતા હતા. ઓછા વસ્ત્રો પહેરતા હતા, ધોતી પહેરતા હતા. ગાંધીજીને દેશે બાપુ કહ્યા. આ વચ્ચે તેમને ક્યાંકથી રાખી સાવંત યાદ આવી ગઈ અને તેમણે કહ્યું, જો કપડાં ઉતારવાથી મહાન બની જવાય તો રાખી સાવંત મહાન બની ગઈ હોત.
ઉન્નાવમાં બીજેપી દ્વારા ચલાવવામાં આવી રહેલા પ્રબુદ્ધ સમ્મેલનમાં બાંગરમઉના શ્યામ કલા રિસોર્ટમાં વિધાનસભા અધ્યક્ષ મુખ્ય અતિથીના રૂપે પહોંચ્યા હતા. જ્યાં તેમણે વિવાદિત નિવેદન આપ્યા બાદ વીડિયો વાઈરલ થઈ ગયો હતો. બાદમાં સ્પષ્ટતા કરતા વિધાનસભા અધ્યક્ષે કહ્યું હતું કે, તેમના નિવેદનને મારી મચડીને રજૂ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે તેઓ ગાંધીજીની પ્રશસ્તિ કરી રહ્યા હતા.
પ્રબુદ્ધ વર્ગને સંબોધિત કરતાં મુખ્ય અતિથીએ કહ્યું હતું કે, ‘ગાંધીજી ઓછા વસ્ત્રો પહેરતા હતા, ધોતી પહેરતા હતા, ગાંધીજીને બાપુ કહેવામાં આવ્યા. હવે જો વસ્ત્રો ઉતારવાથી મહાન બની જવાય તો રાખી સાવંત મહાત્મા ગાંધીથી મહાન પણ બની જાત.’
વીડિયો વાઈરલ થયા બાદ ઉહાપોહ મચી ગયો હતો. વિરોધીઓના હાથમાં લાંબા સમય બાદ ભાજપને ટીપવાનું શસ્ત્ર આવ્યું હતું. તેમણે હ્રદયનારાયણ દીક્ષિતના નિવેદનનો વિરોધ કર્યો. જવાબમાં દિક્ષિતે ખૂદનો બચાવ કરતા કહ્યું હતું કે, મારા નિવેદનનું ખોટું અર્થઘટન કાઢવામાં આવી રહ્યું છે. આમ જ કોઈ મહાન નથી બની જતું, મહાન બનવા માટે કઠોર પરિશ્રમ કરવો પડે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત