Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં મહિલાનાં દાંત પાડી નાખનારા રોમિયોનો કિસ્સો સામે આવ્યો છે. ઘટના કાંઈક એવી છે કે મહિલાની પુત્રીના પ્રેમમાં છેલ્લા કેટલાય સમયથી એક તરફી ઈશ્કમાં આ રોમિયો પાગલ હતો. યુવતીનો જન્મદિવસ હોવાથી તે તેને ભેટ આપવા માટે તેનાં ઘરે પહોંચ્યો હતો. જ્યાં મહિલાની માતા સાથે તેની વાતચીત થઈ હતી. યુવકે યુવતીને પ્રેમ કરે છે તેને ભેટ આપવા આવ્યો છે અને તેની સાથે લગ્ન કરવા ઈચ્છે છે જેવી વાત યુવતીની માતાની સામે રાખી હતી.
છોકરીની માતાએ તેને લગ્નની ના પાડતા આશિક ઉશ્કેરાઈ ગયો હતો અને માથાકૂટ કરવા લાગ્યો હતો. મહિલાએ તેને ત્યાંથી ચાલ્યા જવાનું કહ્યું હતું અને પોલીસ બોલાવવાની વાત ઉચ્ચારતા આશિક ઉશ્કેરાયો હતો. ક્રોધી આશિકે મારા મારી કરી મહિલાના બે દાંત તોડી નાખ્યાં હતાં. જે પછી મહિલાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને શાહપુર પોલીસ મથક ખાતે રોમિયો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ ચાલીસ વર્ષીય મહિલા શાહપુર ખાતે રહે છે. તેમને બે પુત્રી અને એક પુત્ર છે. તેમના પતિ બુક બાઈડિંગનાં વ્યવસાય સાથે સંકળાયેલા છે. 16 વર્ષની પુત્રી અગિયારમાં ધોરણમાં ભણે છે. 11મી જૂનનાં રોજ પુત્રીનો બર્થડે હોય રોમિયો ઘરે આવ્યો હતો. તેણે મહિલાને પુત્રીને બર્થડે ગિફ્ટ આપવા આવ્યો છું અને લગ્ન કરવાની ઈચ્છા પ્રગટ કરી હતી.
મહિલાએ આ યુવકને મારી પુત્રીને બદનામ શા માટે કરે છે, એના લગ્ન કરવા નથી માગતી કહ્યું હતું. જેની સામે આ શખ્સે મહિલાને બિભત્સ ગાળો આપી હતી. તેની સાથે ઝઘડો કર્યો હતો. મહિલાએ પણ પ્રતિકાર કરતા યુવકનો શર્ટ પકડી લીધો હતો અને પોલીસને બોલાવવાની વાત કહી હતી. રોમિયોએ એ પહેલા જ મહિલાને મોઢાનાં ભાગમાં મુક્કો માર્યો હતો. જેથી મહિલાના બે દાંત પડી ગયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત