Homeગુર્જર નગરી‘કૂતરા રમાડે છે તો છોકરા કૂતરા જેવા આવશે,’ સાસુના ત્રાસથી કંટાળી પુત્રવધૂ...

‘કૂતરા રમાડે છે તો છોકરા કૂતરા જેવા આવશે,’ સાસુના ત્રાસથી કંટાળી પુત્રવધૂ પોલીસ સ્ટેશન પહોંચી

Team Chabuk-Gujarat Desk: ‘કૂતરા રમાડે છે તો છોકરા કૂતરા જેવા આવશે.’ અમદાવાદ શહેરમાં સાસુએ પોતાની પુત્રવધૂને આવું મહેણું મારતા અને પરિવાર દ્વારા પરેશાન કરવામાં આવતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. આ યુવતીએ કોલેજના તેના સહપાઠી સાથે બીજા લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા બાદ યુગલ કેનેડા ચાલ્યું ગયું હતું અને અહીં સાસુ ગર્ભ રાખવાનું વારંવાર કહી રહ્યા હતા. એ સમયે યુવતીનો પતિ ઘરમાં કૂતરું લાવ્યો હતો અને ‘કૂતરા રમાડે છે તો છોકરા કૂતરા જેવા આવશે.’ સંવાદ સાસુએ પુત્રવધૂને ફટકાર્યો હતો. બાદમાં તો પતિ તરફથી પણ ત્રાસ મળતો હોય આ સમગ્ર કેસ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

અમદાવાદ શહેરમાં દિનપ્રતિદિન ઘર કંકાસના કેસમાં વધારો થઈ રહ્યો છે. નવો કેસ છે શહેરના મણિનગર વિસ્તારની 31 વર્ષીય પરિણીતાનો. સહજાનંદ કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેની એક યુવકની સાથે મિત્રતા બંધાઈ હતી. એ પછી યુવક અને યુવતીએ અલગ અલગ જગ્યાએ લગ્ન કરી લીધા હતા. જોકે 2014ની સાલમાં જ યુવતીએ પોતાના પતિથી કોઈ કારણોસર છુટાછેડા લઈ લીધા હતા. બીજી તરફ કેનેડા ગયેલા યુવકને પણ પોતાની પત્નીની સાથે બનતું નહોતું. એ ઈન્ડિયા આવ્યો. છુટાછેડા લીધા નહોતા એટલે કોલેજની મિત્ર સાથે લીવ ઈન રિલેશનશીપમાં રહેવા લાગ્યો.

આખરે મામલો બિચક્યો. મોટાભાગે યુવતી તરફથી વાંધો આવતો હોય છે પણ અહીં પુરુષના પરિવારના લોકોએ અખબારમાં ખબર છપાવી, આની સાથે અમારે કોઈ સંબંધ નથી તેવું લખાવી નાખ્યું હતું. આખરે 2018માં આ યુવાને યુવતી સાથે લગ્ન કરી લીધા હતા.

લગ્ન થયા બાદ યુવતી પર સાસુ માનસિક અત્યાચાર ગુજારવા લાગી હતી. પતિ પત્ની વચ્ચે અલગ અલગ વાતો કરાવી ઝઘડો કરાવતી હતી. યુવતીનો પતિ કેનેડા ચાલ્યો ગયો ત્યારે અંધશ્રદ્ધામાં માનતી સાસુ દોરા લાવી હાથમાં બાંધતી. મંદિરે જઈ ત્રાસ આપતી. આખરે યુવતી તેના પતિ સાથે કેનેડા જતી રહી હતી. તેને હાશકારો હતો ત્યાં કોઈ પ્રસંગે તેને ભારત પરત આવવાનું થતાં તે બધા માટે વસ્તુઓ લાવી હતી અને તેમાં પણ સાસુ વીણીવીણીને ભૂલ કાઢી રહી હતી.

યુવતીની ઈચ્છા ન હોવા છતાં સાસુ અને પતિની ઈચ્છા હોય તેણે ગર્ભ રાખ્યો હતો. આ સમયે યુવતીનો પતિ કૂતરું લાવ્યો ત્યારે સાસુએ આવેશમાં આવી જઈને ધારદાર મહેણું માર્યું હતું કે, ‘કૂતરા રમાડે છે તો છોકરા કૂતરા જેવા આવશે.’ સાસુની આ વાતની એવી અસર થઈ કે યુવતીનું મિસકેરેજ થઈ ગયું હતું.

આખરે સાસુ અને સસરા પણ કેનેડા આવી ગયા હતા. તેમણે અહીં પણ પહેલાની જેમ મહેણાં ટોણાં મારવાનું ચાલું રાખ્યું હતું. બીજી વખત જ્યારે યુવતી ગર્ભવતી થઈ તો સાસુને બાબો છે કે બેબી એ જાણવાની ઉત્કંઠા થઈ હતી. જેથી પાંચમા મહિને યુવતીએ સોનોગ્રાફી કરાવી હતી અને બેબી નીકળતા સાસુએ પોતાનો શાબ્દિક અત્યાચાર ચાલુ કરી દીધો હતો. કંટાળીને યુવતી ભારત આવી ગઈ હતી. જ્યાં તેના પતિએ પણ તેને સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કરવાની ના પાડી હતી. શ્રીમંતમાં પણ વીડિયોકોલની ના પાડતા આખરે આ બધી વાતથી ત્રસ્ત થઈ ગયેલી યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments