Team Chabuk-Gujarat desk: ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી, મહેશ સવાણી અને પ્રવીણ રામ પર હુમલો થયો. ઈસુદાન ગઢવી સહિતના નેતાઓ લેરિયા ગામે જન સંવેદના યાત્રા અંતર્ગત પહોંચ્યા હતા. કોરોનાથી જે લોકોના મૃત્યુ થયા છે તેમના પરિવારને આપના નેતાઓ સાંત્વના આપવા પહોંચ્યા હતા. આપના નેતાઓના કારનો કાફલો લેરિયા ગામમાં પહોંચે તે પહેલાં જ તેમના પર જીવલેણ હુમલો થયો હતો.
અરવિંદ કેજરીવાલે કડક કાર્યવાહીની માગણી કરી
હુમલાની ઘટનાના પડઘા દિલ્હીમાં પડ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે, ગુજરાતમાં કોઈ સુરક્ષિત નથી. તેમણે વિજય રૂપાણીને સંબોધીને લખ્યું કે, આ ઘટના મુદ્દે તાત્કાલિક FIR નોંધવામાં આવે અને ટોળા વિરુદ્ધ કડક કાર્યવાહી કરો
Spoke to Vijay Rupani ji.
— Arvind Kejriwal (@ArvindKejriwal) June 30, 2021
Urged him to file FIR, arrest the culprits, ensure strong action against culprits and ensure protection of AAP leaders and workers. https://t.co/BoZ8QDdthu
ગુજરાત બિહાર થઈ રહ્યું છેઃ ઈસુદાન ગઢવી
ઈસુદાન ગઢવી પર હુમલા મુદ્દે આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, ભાજપના ગુંડાઓએ આ હુમલો કર્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAPની ધમાકેદાર એન્ટ્રી અને સતત વધતા જનાધારથી ભાજપ ડરી ગઈ છે.
SHOCKING‼️
— AAP (@AamAadmiParty) June 30, 2021
BJP goons attack AAP leaders @isudan_gadhvi and @maheshsavani9 in Leria village, Visavadar, Gujarat.
BJP is getting rattled as AAP’s support increases across Gujarat after exemplary debut in local body polls. pic.twitter.com/yB2pY1WegK
જ્યારે હુમલો થયો ત્યારે ઈસુદાન ગઢવીની સાથે કારનો કાફલો હતો. આરોપ છે કે, હુમલો પૂર્વનિયોજીત કાવતરું હતું. ઈસુદાન ગઢવીએ આ મુદ્દે આરોપ લગાવતા કહ્યું હતું કે, હુમલો ભાજપના કાર્યકર્તોએ જ કર્યો હતો. ઈસુદાન ગઢવીએ કહ્યું કે, ગુજરાત બિહાર થઈ રહ્યું છે.
ઈસુદાન ગઢવીએ કહ્યું કે, અમારી ગાડીમાં લોખંડની પાઈપ અને પથ્થરથી હુમલો કર્યો હતો. જીવ બચાવવા અમે ગાડીની સીટ નીચે ઝુકી ગયા હતા. તેમણે કહ્યું કે, અમારા કાર્યકર્તા લોહીલુહાણ હાલતમાં હતા જેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા.
Gujarat में AAP की विकास की राजनीति के जवाब में भाजपा की गुंडागर्दी वाली राजनीति!#BJPGujaratGoons pic.twitter.com/SWc7OUZzBy
— AAP (@AamAadmiParty) June 30, 2021
50થી 70 લોકોના ટોળાએ હુમલો કર્યોઃ મહેશ સવાણી
હુમલા મુદ્દે મહેશ સવાણીએ પણ ભાજપ પર હુમલાનો આરોપ લગાવ્યો છે. તેમણે એવું પણ કહ્યું કે, અમે પોલીસ પ્રોટેક્શન માગ્યું હતું છતાં ગામમાં પોલીસની એક જ ગાડી હતી. પોલીસની હાજરીમાં જ કાફલા પર હુમલો થયો હતો અંદાજે 50થી 70 લોકોના ટોળાએ હુમલો કર્યો તેવો પણ મહેશ સવાણીનો આરોપ છે
લોકશાહી માટે કલંકિત ઘટનાઃ પ્રવીણ રામ
પ્રવીણ રામે પણ આ ઘટના મુદ્દે ભાજપ પર પ્રહાર કર્યા હતા અને ઘટનાને લોકશાહી માટે કલંકિત ઘટના ગણાવી હતી. જો અમને ત્રણેને તમે મારીને ગુજરાતની જનતાને સુખ અપાવી શકતા હો તો અમે મરવા પણ તૈયાર છીએ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત