Team Chabuk-Gujarat Desk: સુરત શહેરમાં શોષણ અને બળાત્કારની વધી રહેલી ઘટનામાં વધુ એકનો ઉમેરો થયો છે. અહીં એક કિશોરીએ ચોકબજારમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. તેણે જણાવ્યું કે તેને એક યુવકે પ્રેમજાળમાં ફસાવી તેના પર અવાર નવાર બળાત્કાર ગુજાર્યો. જ્યારે તે ગર્ભવતી થઈ ગઈ તો તેની સાથે લગ્ન કરી લીધા. એ પછી ડિલેવરી માટે આ કિશોરી પિયર ચાલી ગઈ હતી. પતિ તેના ચારિત્ર્ય પર શંકા કરતો હતો અને તેને ઘરે લઈ જવાની ના પાડતો હતો. આખરે યુવતીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.
સમગ્ર ઘટના કંઈક એવી છે કે ફૂલવાડી ભરીમાતા રોડ મદીના મસ્જીદની સામે રહેતો મહમ્મદ અનસ ખલીલ સીદીકી તેના પિતાની કરિયાણાની દુકાનમાં ખરીદી કરવા માટે આવતી 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. અનસે તેને લગ્નની લાલચ આપી હતી અને બાદમાં વારંવાર બળાત્કાર કરી પોતાની હવસ સંતોષી હતી.
સગીરા યુવકની સંતાનની મા બનવાની હતી. કિશોરી ગર્ભવતી થઈ જતા આખરે તેના એ જ યુવકની સાથે લગ્ન કરાવી નાખવામાં આવ્યા હતા. લગ્ન બાદ બાળકની ડિલેવરી કરવા માટે જ્યારે સગીરા પોતાના પિયર ગઈ પછી મહમ્મદ અનસે પોતાનો ખેલ શરૂ કર્યો હતો. તે મહેણાં ટોણાં મારતો હતો. તેના ચારિત્ર્ય પર શંકા કરતો હતો. સંતાન ત્રણ માસનું થયું હોવા છતાં ઘરે લઈ નહોતો જતો. ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે મહમ્મદ અનસની ધરપકડ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત