Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં સોમવારની સવાર મનહૂસ સમાચાર લઈને આવી છે. ધંધુકા-બગોદરા રોડ પર એક ગમખ્વાર અકસ્માતમાં ચાર મહિલાના કમકમાટીભર્યાં ઘટનાસ્થળ પર જ મોત થયા છે. રોડ પર ઊભા રહેલા ટ્રકની પાછળ ઈકો કાર ઘુસી ગઈ હતી. અકસ્માતની ગંભીરતા તેની તસવીર જોઈને જ લગાવી શકાય છે કે ઈકોનો આગળથી ચૂરો ચૂરો થઈ ગયો છે. આ દુર્ઘટનાની જાણ થતાં 108નો સ્ટાફ ઘટનાસ્થળે આવ્યો હતો અને મહામૂસીબતે કારની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે આસપાસ ઉભેલા લોકો પણ ધ્રુજી ઉઠ્યા હતા.
આ ગોઝારો અકસ્માત વહેલી સવારના ચાર વાગે બન્યો છે. ઈકો કારની સ્થિતિને જોતા જ એ તાગ લગાવી શકાય છે કે અકસ્માત કેટલો ગંભીર છે. આ અરેરાટી ઉપજાવતી ઘટનામાં ચાર મહિલાઓનાં મોત થયા છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે ઈકો કાર માતેલા સાંઢની જેમ પૂરપાટ વેગે આવી રહી હતી. ઈકો કારનો અવાજ સાંભળ્યા બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. સવારની નિરવ શાંતિમાં ઈકો કારનાં ટકરાવાથી અવાજ દૂર સુધી સંભળાયાનું આસપાસના લોકોનું કહેવું હતું.
મૃતકોના નામ
- ભાવનાબેન બીપીનભાઈ ગજ્જર
- પાયલબેન જિજ્ઞેશભાઈ પટેલ
- શિલ્પાબેન દિનેશભાઇ પટેલ
- ચેતનાબેન રાજેશભાઈ મોદી
લોકોએ 108 અને પોલીસને જાણ કરી હતી. જે બાદ ઘટનાસ્થળ પર આવેલી પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતાં અને અન્ય કામગીરી આટોપી હતી. મૃતકમાં ત્રણ મહિલાઓ અમદાવાદની જ્યારે એક મહિલા ગાંધીનગરની હોવાનું સામે આવ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત