Team Chabuk-Gujarat Desk: રાજ્યના નવા પસંદ થયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લે તે પહેલાં જ એક્શનમાં આવી ગયા છે. જામનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લાના કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરીને લોકોને જરૂરી મદદ અને સહાય પહોંચાડવા માટે સૂચના આપી દીધી છે.
જામનગર જિલ્લામાં વરસાદને કારણે અસર પામેલા ત્રણ જેટલા ગામોમાં પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક સહાય પહોંચાડી તેમને સલામત સ્થળે ખસેડવા અને જરૂર પડે તો એર લિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લા કલેક્ટર સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે ભૂપેન્દ્ર પટેલ આજે 13મી સપ્ટેમ્બરના રોજ બપોરે 2:20 કલાકે મુખ્યમંત્રી પદના શપથ લેશે. શપથગ્રહણ પહેલા તેઓ નીતિન પટેલના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદ તેએ મુખ્યમંત્રી નિવાસ સ્થાને વિજય રૂપાણીને મળવા પણ પહોંચ્યા હતા.
જામનગર જિલ્લામાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે અનેક ગામ બેટમાં ફેરવાયા છે. વરસાદને પગલે જામનગરથી કાલાવડ અને રાજકોટ તરફના વાહન વ્યવહારને અસર પહોંચી છે. ભારે વરસાદને પગલે જિલ્લાની અનેક નદીઓમાં પૂર આવ્યા છે. જામનગર જિલ્લાના અલિયાબાડા ગામમાં એક માળ સુધી પાણી ભરાય ગયા છે. જામનગર જિલ્લાના મોટાભાગના ડેમ ઓવરફ્લો થઈ ગયા છે.
જામનગરમાં મેઘરાજા મન મૂકીને વરસતા ચારેતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ ખાબકતાં જામનગર ખીમરાણા, અલીયાબાડા, સપડા સહિતના અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. અનેક ગામોમાં ભારે વરસાદથી ચાર થી પાંચ ફૂટ જેટલા મકાનોમાં પાણી ભરાયા છે. જામનગર જિલ્લાના અમુક ગામોમાં 20 ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો હોવાના વાવડ મળી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત