Homeગુર્જર નગરીલાંછન: અમદાવાદમાં 15 વર્ષની બહેન પર તેના મોટાભાઈએ જ દુષ્કર્મ આચર્યું

લાંછન: અમદાવાદમાં 15 વર્ષની બહેન પર તેના મોટાભાઈએ જ દુષ્કર્મ આચર્યું

Team Chabuk-Gujarat Desk: અમદાવાદના સરખેજમાં પરિણીતાના આપઘાતના શાહીના ડાઘ હજુ સુકાયા નથી ત્યાં ભાઈ બહેનનાં પવિત્ર સંબંધને લાંછનરૂપ ઘટના સામે આવી છે. અહીં માતા પિતા વિનાની સગીર બહેન પર તેના જ મોટાભાઈની નજર બગડી હતી અને તેણે પોતાની હવસ સંતોષી હતી.

ભાઈ-બહેન જેવા પવિત્ર સંબંધને લાંછનરૂપ એવો કિસ્સો અમદાવાદના સરખેજમાં બન્યો છે. 15 વર્ષની સગીર બહેનનાં માતા પિતા ન હોવાના કારણે તે તેના મોટાભાઈની સાથે મકરબા વિસ્તારમાં રહે છે. દુષ્કર્મની પ્રથમ વખત ઘટના આજથી બરાબર અઢી વર્ષ પહેલા બની હતી.

આ વખતે તેની ભાભી ઘરમાં ઉંઘતા હતા ત્યારે તેનો ભાઈ તેના ઓરડામાં ઘુસી ગયો હતો અને ધમકી આપી તેની સાથે કુકર્મ આચર્યું હતું. ઉપરથી સગીરાને આ વિષે કોઈને ન કહેવાની ધમકી ઉચ્ચારી હતી. એ પછી તો તેના ભાઈને મોકળું મેદાન મળી ગયું હતું. અવાર નવાર તે બહેન એકલી હોય ત્યારે તેને પીંખી નાખતો હતો.

ભાઈના નામ ઉપર કલંક એવા આ વ્યક્તિનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે સગીરાને ત્રણ મહિના સુધી માસિક ન આવ્યા. તેના ભાભીએ તેની સાથે પૂછપરછ કરી તો તેણે ભાઈ તેની સાથે શું શું કરે છે તેની બધી વિગત સામે રાખી દીધી હતી. એ પછી ભાભીના પગ તળેથી પણ જમીન ખસી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ તેની ભાભીએ સગીરાની સાથે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસને તપાસમાં એ પણ હાથ લાગ્યું હતું કે આરોપી નશાનો બંધાણી છે. હાલ તો પોલીસે પીડિત અને આરોપી બંનેના મેડિકલ રિપોર્ટ મોકલી આપ્યા છે. જે પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments