Team Chabuk-Gujarat Desk: પોરબંદર જિલ્લાના તમામ માછીમારોને મત્સ્યોદ્યોગ ખાતાની વર્ષ-૨૦૨૧-૨૨ના વિવિધ યોજનાઓ જેમ કે પગડિયા સહાય, ગિલનેટ સહાય, રેફ્રીજરેટેડ વાન ખરીદી સહાય, જી.પી.એસ. સહાય, ઇસ્યુલેટેડ બોક્સ ખરીદી સહાય, ડીપ ફીઝર, ફાઈબર રોપ, મરીન એન્જીન સહાય તેમજ I-KHEDUT પોર્ટલ પરના અન્ય ઘટકો વગેરે યોજનાનો લાભ લેવા અને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMKSY) અંતર્ગત વિવિધ ઘટકો જેમકે સી-કીએજ કલ્યર, સી-વીડ-કલ્ચર, રેફ્રીજરેટેડ વાન, મોટર સાઇકલ વિથ આઇસ બોક્સ, પ્રોસેસીંગ પ્લાન્ટ અપગ્રેડેશન, આઇસ પ્લાન્ટ, ડીપ-સી સહાય જેવી યોજનાઓનો લાભ લેવા માટે સરકારશ્રીના વેબ પોર્ટલ www.i-khedut.gov.in ની મુલાકાત લઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ ઓન-લાઇન અરજી દિન-૭ માં નીચેના સરનામે મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રીની કચેરી, જુના કોર્ટ કમ્પાઉન્ડ, સુદામા ચોક પાસે, પોરબંદર ખાતે રજુ કરવા જણાવવામાં આવેલ છે.
પોરબંદર જિલ્લાના યુવાનોને ઓનલાઇન ભરતી મેળામાં જોડાવા અનુરોધ
ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ, નિયામક, રોજગાર અને તાલીમ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર સંચાલિત, જિલ્લા રોજગાર કચેરી, પોરબંદર દ્વારા પોરબંદર જિલ્લાના ઉમેદવારોને જણાવવામાં આવ્યુ છે કે ચાલુ વર્ષમાં સમગ્ર વિશ્વ સહિત ભારતમાં કોરોના વાયરસની બીમારી ફેલાતા સામાજીક અંતર જાળવવાની સુચના ગુજરાત સરકારની હોય તે બાબતને ધ્યાાને રાખતા જિલ્લા રોજગાર કચેરી, પોરબંદર દ્વારા જિલ્લાના તમામ રોજગારવાચ્છુંજ યુવનોને રોજગારી મળી રહે તે હેતુથી ઓનલાઇન ભરતી મેળાનુ આયોજન કરવામાં આવેલ છે. આ ઓનલાઇન ભરતી મેળમાં ભાગ લેવા માટે નીચે આપેલ લીંક પર રોજગારી મેળવવા ઇચ્છુાક ઉમેદવારોએ પોતાની તમામ વિગતો લીંક પર ભરવાની રહેશે તથા આપેલ લીંક પર નોકરીદાતાની વિગતો તથા ભરતીમેળાની તારીખ આપવામા આવેલ છે અને નોકરીદાતા દ્વારા ડીઝીટલ માધ્યમ/ ટેલીફોનીક ઇન્ટરવ્યૂ લેવામા આવશે. જેની નોધ તમામ ઉમેદવારો એ લેવા પોરબંદર રોજગાર કચેરીની યાદીમાં જણાવાયું છે. નોકરીદાતાના નામ:-(૧)એલ.આઈ.સી. ઓફ ઇન્ડિયા, પોરબંદર (૨) એમ.એમ.જી. બાયો ફર્ટીલાઈઝરકંપની,મહેસાણા ભરતી મેળાની લીંકhttps://forms.gle/BgLwBrs1vcPRtATh7
પોરબંદરમાં યુવક મંડળ દ્વારા યોગ તાલીમ કાર્યક્રમ યોજાયો
યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકાર સાથે કાર્યરત સ્વાશાશી સંસ્થા નહેરુ યુવા કેન્દ્ર, પોરબંદર દ્વારા વિશ્વ યોગ દિવસ નિમિતે યુવા કેન્દ્રનાં સ્વયંસેવકો અને કેન્દ્ર સાથે જોડાયેલા યુવક મંડળ દ્વારા ૧ અઠવાડિયાનો યોગ તાલીમ વર્ગ તેમના ગામડા અને શહેરી વિસ્તારમાં યોજવામાં આવ્યો છે. વર્ગનો મૂળ હેતુ યોગની પ્રાથમિક માહિતી તથા યોગનાં ફાયદા લોકો સુધી પહોંચે અને બધા લોકો યોગ તરફ આગળ વધી પોતાના જીવન ને રોગ મુક્ત બનાવે. સ્વયંસેવકો પોતાના વિસ્તાર માં કોરોનાના નિયમ પાળી લોકો ને યોગ કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને એની સાથે જ લોકો ને તેમના ઘરે રહીને યોગ કરવા માટે પણ પ્રેરિત કરવામાં આવે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત