Homeગુર્જર નગરીસુરત: લગ્નનું વચન આપી સહકર્મચારી શિક્ષકે શિક્ષિકા પર દુષ્કર્મ આચર્યું

સુરત: લગ્નનું વચન આપી સહકર્મચારી શિક્ષકે શિક્ષિકા પર દુષ્કર્મ આચર્યું

Team Chabuk-Gujarat Desk: સુરત શહેરમાંથી અવાર નવાર દુષ્કર્મ અને શોષણની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે ત્યારે આ વખતે એક શિક્ષિકાને તેની જ સાથે કામ કરતા સહકર્મચારી શિક્ષકે સાત ફેરાનું વચન આપી દુષ્કર્મ આચર્યાની ખબરે ચકચાર મચાવી દીધી છે.

આ સમગ્ર ઘટના સુરતના નવાગામ ડિંડોલીના ગંગાનગર ખાતે રહેતી 26 વર્ષીય યુવાન શિક્ષિકાની સાથે બની છે. તેની જ સાથે કામક કરતા શિક્ષકે તેને લગ્નનું વચન આપી દુષ્કર્મ આચર્યું હતું. સમય આવતા શિક્ષિકાએ શિક્ષક હિતેશને લગ્નનાં તાંતણે બંધાવાનું કહ્યું હતું પણ હિતેશ તેની વાત પરથી ફરી ગયો હતો. હિતેશે પરિણીતાને ધમકી આપી હતી કે તે તેને સમાજમાં બદનામ કરી દેશે. એ પછી આ સમગ્ર ઘટના પોલીસ મથકે પહોંચી હતી. પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી કરતા શોખીન શિક્ષક હિતેશની ધરપકડ કરી લીધી હતી.

હિતેષ રામદાસ મિશ્રા નામનો આ યુવાન વર્ષ 2015માં એક શિક્ષિકાના પરિચયમાં આવ્યો હતો. ધીમે ધીમે આ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. હિતેશે યુવતીને લગ્નની લાલચ આપી હતી. યુવતી પણ હિતેશનાં પ્રેમમાં અંધ થઈ જતા તેને થઈ ગયું હતું કે હિતેશ લગ્ન કરી લેશે. જોકે હિતેશે તેની સાથે દુષ્કર્મ આચર્યું અને બાદમાં લગ્ન કરવાની ના પાડી દીધી હતી. એક વખત યુવતીને પોતાની પ્રેમની સાંકળમાં બાંધી લીધા બાદ મજનુ શિક્ષકે અવાર નવાર શિક્ષિકાની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આ બાજુ શિક્ષિકા અવાર નવાર પ્રેમી શિક્ષકને લગ્ન માટે દબાણ કરતી હતી પણ હિતેશને ખ્યાલ હતો કે તેણે શું કરવાનું છે.

હિતેશે સમય આવતા શિક્ષિકાને લગ્નની ના પાડી પોતાનો અસલી ચહેરો સામે લાવી દીધો હતો. આ અંગે શિક્ષિકાએ ડિંડોલી પોલીસ મથકમાં દુષ્કર્મીં શિક્ષક પર ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે પણ તાત્કાલિક શિક્ષકની ધરપકડ કરી લીધી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments