Team Chabuk-Gujaart Desk: નટખટ ને શોખીન નબીરાઓના બિભત્સ ચેનચાળા અમદાવાદ લો ગાર્ડનમાં દેખાતા પોલીસે પાંચની ધરપકડ કરી છે. પાંચે નબીરાઓ લો ગાર્ડનની હેપ્પી સ્ટ્રીટ ખાતે કારનો દરવાજો ખોલી સંગીતનો આનંદ માણી રહ્યા હતા અને બોનેટ પર બેસી બિભત્સ ચેનચાડા કરી રહ્યા હતા. આખરે પોલીસે તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું.

બુધવારના રોજ રાતના સાડ નવ વાગ્યાની આસપાસ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. અહીં તેમને કેટલાક છોકરાઓ દેખાયા, જેઓ કારનો દરવાજો ખોલી ઉંચા અવાજે સંગીત વગાડી રહ્યા હતા. કેટલાક તો ટોડલે મોર બેઠો હોય એમ બોનેટ પર સવાર થઈ બેઠા હતા. બોનેટ અસવાર આ વરરાજાઓ બિભત્સ ચેનચાળા પણ કરી રહ્યા હતા. પોલીસે આ પાંચે આરોપીઓની ધરપકડ કરી ચાર લાખની કાર કબ્જે કરી છે.
| આરોપી | વય | રહેઠાણ |
| સાકિરભાઈ ઈકબાલભાઈ શેખ | 20 | તેજાબવાલા ડુપ્લેક્ષ, સરખેજ |
| રુહાનખાન અલ્તાફખાન પઠાણ | 19 | સિદ્દીકાબાગ કોલોની, જુહાપુરા |
| અમનભાઈ નાસીરભાઈ મંસુરી | 19 | રુહીન વિલા ડુપ્લેક્ષ, સરખેજ |
| ઉસ્માનગની સુલતાનગની પઠાણ | 19 | સિદ્દીકબાગ કોલોની, જુહાપુરા |
| આસીફભાઈ મુફતીયારભાઈ અંસારી | 20 | સિદ્દીકાબાગ કોલોની, જુહાપુરા |
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત