Team Chabuk-National Desk: કોંગ્રેસની સરકારના સમયે બાબા રામદેવે અતિશ્યોક્તિમાં આવી જઈ એક નિવેદન આપ્યું હતું. નિવેદન કે કાળું ધન પરત આવી જાય તો પેટ્રોલ ત્રીસ રૂપિયામાં મળશે. વર્તમાન સમયે પેટ્રોલ ડિઝલનો ભાવ વધ્યો અને જનતા પરેશાન છે ત્યારે એ ટ્વીટ બાબા રામદેવ માટે એવો સંઘર્યો સાપ સાબિત થયો છે કે જે વારંવાર ડંખ્યા રાખતો હતો. હતો એટલા માટે કે બાબા રામદેવે આખરે કંટાળીને એ ટ્વીટ ડિલીટ કરી નાખ્યું છે.
જ્યારે જ્યારે વર્તમાન મોદી સરકાર પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો કરતી હતી ત્યારે ત્યારે બાબા રામદેવનું ટ્વીટ કરણ-અર્જુનમાં આવતા રાખીના સંવાદની જેમ, ‘ધરતીની છાતી અને આકાશ ચીરીને ગમે ત્યાંથી સામે આવી જતું હતું!’
આ ટ્વીટ 9 વર્ષની વયનું હતું! મોદી સરકારના શાસનમાં આવતા પહેલા એટલે કે 8 ઓગસ્ટ 2021માં ઐતિહાસિક નિવેદન આપતા પ્રથમ વખત કરવામાં આવ્યું હતું, જ્યારે દેશમાં મોદીજીના આવતા અચ્છે દીન આવશેની વાતો થઈ રહી હતી. ટ્વીટ ડિલીટ થયા બાદ બાબા રામદેવ ટ્રોલિંગનો અત્યાધિક ભોગ બન્યા છે. વાત એવી હતી કે કાળું ધન પરત આવશે તો પેટ્રોલ ત્રીસ રૂપિયામાં મળશે. એ બંનેમાંથી કંઈ ન આવ્યાની સોશિયલ મીડિયામાં થઈ રહેલી વાતો વચ્ચે, અંતે બુધવારના રોજ 20 ઓક્ટોબર 2021ના શરદ પુનમના શુભ અવસર પર રામદેવે ટ્વીટ ડિલીટ કરી નાખ્યું.
ये ‘Tweet’ डिलीट करके कहाँ चल दिये? pic.twitter.com/TfjmmDTJiI
— Srinivas BV (@srinivasiyc) October 20, 2021
જતાં જતાં પેટ્રોલ અને ડિઝલના પાટનગરમાં ચાલતા ભાવનું સ્મરણ કરાવતા જઈએ. દિલ્હીમાં 20 ઓક્ટોબરના રોજ પેટ્રોલ 106.19 રૂપિયા પ્રતિ લીટર હતું. ડિઝલ 94.92 રૂપિયા પ્રતિ લીટર હતું. ગત 17 દિવસોમાં પેટ્રોલ 5 રૂપિયા પ્રતિ લીટર સુધી મોંઘુ થઈ ચૂક્યું છે. છેલ્લા વીસ દિવસોમાં ડિઝલ 6.30 રૂપિયા પ્રતિ લીટર થઈ ચૂક્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત