Homeગુર્જર નગરીરાજકોટ: નાયબ પોલીસ કમિશ્નર પ્રવિણકુમારે રોડ પર જરૂરી મરામત અને વહેલી તકે...

રાજકોટ: નાયબ પોલીસ કમિશ્નર પ્રવિણકુમારે રોડ પર જરૂરી મરામત અને વહેલી તકે કામ પૂર્ણ કરવા સૂચન કર્યું

Team Chabuk-National Desk: નાયબ પોલીસ કમિશનર પ્રવિણકુમારની અધ્યક્ષતામાં આયોજિત રોડ સેફટી કાઉન્સિલની બેઠકમાં રાજકોટ શહેરમાં પુલોના બાંધકામ તેમજ રાજકોટ અમદાવાદ સિક્સ લેન રોડ અને માધાપર ચોકડી પાસે નિર્માણ પામી રહેલ ફ્લાય ઓવર બ્રિજના કારણે ટ્રાફિક નિયમન અને ડાયવર્ઝ્નની સમીક્ષા કરી સંબંધિત વિભાગના અધિકારીઓને ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન સાથે કામગીરી નિયત સમયમાં પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.

AD

ડાયવર્ઝ્ન રુટ પર અડચણરૂપ વાહનો અને લારી ગલ્લા દૂર કરવા પ્રવીણકુમારે ખાસ તાકીદ કરી વાહનવ્યવહાર સરળતાથી ચાલી શકે તે માટે દબાણ હટાવ શાખા અને ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે સઘન અભિયાન ચલાવવા તેમજ રોડ પર જરૂરી મરામત વહેલી તકે પૂર્ણ કરવા સૂચના આપી હતી.

AD

રાજકોટ મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નિર્મિત પુલ તેમજ રોડની કામગીરીના સ્થળે રોડ સેફટી સંબંધિત સાઈન બોર્ડ તેમજ ડાયવર્ઝ્નની સૂચના સંબંધી કરવામાં આવેલી કામગીરીની માહિતી અધિકારીઓ દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી પુરી પાડવામાં આવી હતી. 

AD

રાજકોટ શહેર તેમજ હાઇવે પર આકાર પામી રહેલા વિવિધ બ્રીજીઝ તેમજ ડાઇવર્ઝ્ન આસપાસ ટ્રાફિક સંલગ્ન સિગ્નલ નિયમન, રોડ પર પાર્કિંગ ઝોન ડિમાર્કેશન લાઈન, વિવિધ સાઈન બોર્ડ લગાવવા સહિતના મુદ્દે યોગ્ય કરવા નાયબ પોલીસ કમિશનર દ્વારા સૂચના અપાઈ હતી. 

AD

રોડ સેફટી મિટિંગમાં એ.સી.પી. ટ્રાફિક પોલીસશ્રી મલ્હોત્રા, રોડ સેફટી વિભાગના નિવૃત સી.ઈ.ઓ. જે.વી. શાહ, આર.ટી.ઓ અધિકારી લાઠીયા, મહાનગરપાલિકા, એસ.ટી વિભાગ, હાઈ-વે ઓથોરિટી, પી.જી.વી.સી.એલ., એલ એન્ડ ટી સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments