Team Chabuk-Gujarat Desk: મેગાસિટી અમદાવાદ ફરી એક વખત રક્તરંજીત બન્યું છે. મિત્રએ જ મિત્રની કરપીણ હત્યા કરી નાખી છે. પૈસાની લેતીદેતીમાં મિત્રએ મિત્રનું જ કાસળ કાઢી નાખ્યાની ઘટના રવિવારના રોજ પોલીસ મથકે નોંધાઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે આ મિત્રનો જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતો અને રસ્તામાં તરફડિયાં મારતો વીડિયો વાઈરલ થયો હતો. એ સેકડો મિનિટ સુધી જાહેરમાં તરફડિયાં મારતો રહ્યો અને પોતાના શરીરમાં ખૂંપેલી છરીને કાઢવાનો પ્રયાસ કરતો રહ્યો. ત્રણે આરોપી કિશન ઠાકોર, વિપુલ ઠાકોર અને વિશાલ મકવાણાએ તેમના જ મિત્ર નિખીલને પીઠની ડાબી બાજુના ભાગે છરીના ઘા માર્યા હતા.
આ સમગ્ર ઘટનામાં પોલીસે તાત્કાલિક ચક્રો ગતિમાન કરતાં કિશન ઠાકોર, વિપુલ ઠાકોર અને વિશાલ મકવાણા ઉર્ફ ગજનીની ધરપકડ કરી લીધી છે. આ ત્રણે પર તેના જ મિત્ર નિખિલની હત્યાનો આરોપ લાગ્યો છે. પોલીસ તપાસમાં એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં રસ્તા વચ્ચે પડેલો એક યુવાન પોતાની પીઠમાં ખૂંપાયેલ ખંજરને કાઢવાની મથામણ કરી રહ્યો હતો. યુવાનનો લોહીલુહાણ હાલતમાં આ વીડિયો જોઈ પોલીસ પણ દંગ રહી ગઈ હતી. આ વીડિયો રવિવારના રોજ બપોરના સમયનો હોવાનું સામે આવ્યું છે. વીડિયો સરદારનગરના ઈન્દિરાનગર છપરાનો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસે આરોપીઓની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, નિખિલ પરમાર અને અન્ય ત્રણ આરોપીઓની વચ્ચે સત્તર હજારની મતાના મોબાઈલની લેતીદેતીમાં ઝઘડો થયો હતો. આ ઝઘડાએ બાદમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં કિશન ઠાકોરની પાસે છરી હોય તેણે નિખિલને ઘા મારી દીધાં હતા. નિખીલ રસ્તા પર તરફડતો રહ્યો હતો અને બાદમાં સારવાર દરમિયાન તેણે અંતિમ શ્વાસ લીધાં હતાં.
યુવાનની હાલત જોતાં સ્થાનિકોએ એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન નિખીલનું મોત થઈ ગયું હતું. આ ઘટનાની પોલીસ ખાતાને જાણ કરવામાં આવતા તેમણે આરોપીઓને શોધવા માટે કવાયત હાથ ધરી હતી અને તેના જ ત્રણ મિત્રોને પકડી પાડ્યા હતા. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત