Homeગામનાં ચોરેસાંસદ નુસરત જહાં ગર્ભવતી અને પતિ કહે, ‘બાળક મારું નથી.’

સાંસદ નુસરત જહાં ગર્ભવતી અને પતિ કહે, ‘બાળક મારું નથી.’

Team Chabuk-National Desk: બંગાળી ફિલ્મોની ખ્યાતનામ અભિનેત્રી અને TMC સાંસદ નુસરત જહાં શું ગર્ભવતી છે અને બાળકની મા બનવાની છે? બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીને તેમની પ્રેગનન્સી અને પતિને લઈ ફેસબુક પર પોસ્ટ લખી નાખી છે. જેથી વાતાવરણ ગરમ થઈ ગયું છે. ચર્ચાઓ થવા લાગી છે.

મિડિયા રિપોર્ટના આધારે નુસરત છ મહિનાથી ગર્ભવતી છે. જોકે હજુ સુધી તેમનું કોઈ પણ નિવેદન સામે નથી આવ્યું. રિપોર્ટ પ્રમાણે તો શ્વસુરપક્ષને પણ આ વાતની કોઈ પણ જાણકારી નથી. જોકે નુસરતના પતિ નિખિલે મોટું નિવેદન આપ્યું છે. એમણે નિવેદન આપ્યું છે કે તેમનું લગ્નજીવન ફારગતિનાં આરે પહોંચી ગયું છે. નુસરત ગત વર્ષે ડિસેમ્બર 2020માં તેમનું ઘર છોડી પોતાના મમ્મી-પપ્પાને ત્યાં બાલીગંજના ઘર પર રહેવા ચાલી ગઈ હતી. ત્યારથી આ બંને એક પણ વખત નથી મળ્યા. એવામાં આ બાળક તેનું કેવી રીતે હોઈ શકે? આ તમામ સવાલો નુસરતના પતિ નિખિલે ઊભા કર્યા છે.

બીજી બાજુ રિપોર્ટ એમ પણ કહી રહી છે કે બંગાળ ચૂંટણીમાં બીજેપી ઉમેદવાર યશ દાસગુપ્તાની સાથે તેમને રિલેશનશિપ છે. આ બંને એક ફિલ્મની શૂટિંગ દરમિયાન મળ્યા હતા. બંને ઘણી વખત સાથે દેખાયા છે. હાલમાં જ જયપુર અને અજમેર શરીફ પણ ગયા હતા. નુસરતના માતા પિતાની સાથે યશના સારા સંબંધો છે. એવામાં ખબરો છે કે નુસરત પોતાના પ્રથમ પતિ નિખિલથી ડિવોર્સ લઈ શકે છે.

આ વચ્ચે બાંગ્લાદેશની લેખિકા તસ્લીમા નસરીને નુસરત જહાંના કથિત ગર્ભવતી હોવા પર પ્રતિક્રિયા આપી છે. પોતાની ફેસબુક પોસ્ટ પર નસરીને લખ્યું છે કે, ‘‘નુસરતના સમાચાર ખૂબ દેખાય રહ્યા છે. એ ગર્ભવતી છે. તેમ છતાં તેના પતિ નિખિલને આ વિશે કાંઈ ખબર નથી.’’ તસ્લીમાની પોસ્ટ બાદ તો રીતસરનો ધડાકો થયો છે.

નિખિલ અને નુસરતના વિવાહ 2019માં થયા હતા. બેઉંએ હિન્દુ, ઈસ્લામ અને ઈસાઈ વિધિથી લગ્ન કરી જીવનભર રહેવાનો વાયદો કર્યો હતો. જોકે આ લગ્નજીવનમાં એક વર્ષમાં જ તિરાડ પડી ગઈ છે. તેમના લગ્નને કટ્ટરપંથીઓ દ્વારા પણ સ્વીકાર કરવામાં નહોતા આવ્યા. જ્યારે સંસદમાં શપથ લેતી વખતે મંગળસૂત્ર અને સિંદુર સાથે નુસરત દેખાઈ હતી તો તેને ખરીખોટી સાંભળવી પડી હતી. જોકે હવે સમાચાર તેના ગર્ભવતી થવાના છે. જે સાચા છે કે ખોટા તેના વિશેનું નિવેદન તો ખૂદ નુસરત જ આપી શકે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments