Team Chabuk-Gujarat Desk: ખાસ મહાવિદ્યાલયોમાં અને યુથ ફેસ્ટિવલમાં સોશિયલ મીડિયા શ્રાપ કે અભિશ્રાપ જેવી ચર્ચાઓ થતી હોય છે. આવી ડિબેટમાં પોઝિટિવ કરતાં નેગેટિવ મુદ્દાઓ બહોળા પ્રમાણમાં હોય છે, કારણ કે ફાયદો કરતાં નુકસાન વધારે છે. પહેલો જ ગેરફાયદો સમયના વેડફાટનો છે. અને પછી તો ત્યાં ગુનાખોરીનો પણ આરંભ થાય છે.
સોશિયલ મીડિયાના કારણે ગુનાઓની સંખ્યામાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે. પૈસાની ઉચાપતના દાખલા તો બને જ છે પણ સૌથી વધારે બ્લેકમેઈલિંગના કિસ્સાઓ બને છે. જેમાં જે તે વ્યક્તિનને ફસાવી તેની પાસેથી વારંવાર પૈસા ઉઘરાવવામાં આવે છે. આવો જ છળકપટનો કિસ્સો સૌરાષ્ટ્રનાં ગોંડલમાં બન્યો છે. જ્યાં સોશિયલ મીડિયાના માધ્યમથી નગ્ન ફોટા અને વીડિયો કેપ્ચર કરી યુવાનને બ્લેકમેઈલ કરવામાં આવ્યો.
આ સમગ્ર ઘટના ગોંડલના યુવાનની સાથે બની છે. પોર્ન સાઈટ જોવાનો શોખીન યુવાન પોર્નના જ સકંજામાં ફસાઈ ગયો. પોર્ન સાઈટ પર કેટલીક વખત લાઈવ થનારી લલનાઓ પોતાના વસ્ત્રો ઉતારતી હોય છે. એ પોતાના વસ્ત્રો ઉતારે એટલે સામેના વ્યક્તિને પણ વસ્ત્રો ઉતારવાનું દબાણ કરે છે. અથવા તો સામેના વ્યક્તિએ એ પહેલા જ પોતાના વસ્ત્રો ઉતારી દીધા હોય છે. સામેની વ્યક્તિ વસ્ત્રો ઉતારે એટલે તેનો વીડિયો કે સ્ક્રિનશોટ કેપ્ચર કરી લેવામાં આવે છે.
એ પછી પોર્ન સાઈટનું નગ્ન સત્ય શરું થાય છે. ગોંડલના યુવાન સાથે પણ આવું જ થયું હતું. ધમકીભર્યા સંદેશાઓ આવવા લાગ્યાં હતાં. પૈસાની માગણી કરવામાં આવી હતી. અને જો યુવાન પૈસા ન આપે તો તેનો નગ્ન વીડિયો અને તસવીરો ઓનલાઈન કરી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આવું માત્ર યુવાન સાથે થયું એવું નથી. માર્ચ મહિનામાં રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખ બાબુભાઈ નસીતને એક વીડિયોકોલ આવ્યો હતો. જેમાં એક નગ્ન સ્ત્રી નાચી રહી હતી. એ પછી બાબુભાઈ પણ બ્લેકમેઈલિંગની વેબજાળમાં ફસાઈ ગયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત