Team Chabuk-Gujarat Desk: લગ્નગ્રંથીથી જોડાવાનું અને સરળતાથી જીવનસાથી પ્રાપ્ત કરવાનું સાધન એટલે ઓનલાઇન મેટ્રો મોનિયલ સાઈટ. જોકે મૂરતિયો શોધી આપતી એક સાઈટમાં યુવતી ભાઠે ભરાઈ ગઈ હતી. આ ઘટના બની છે અમદાવાદ શહેરમાં. અહીં એક યુવતીને લગ્નના ઓરતા હતા. તે ઓનલાઈન મેટ્રો મોનિયલ સાઈટ મારફતે એક યુવકના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે વાતો થતી હતી. વાત વાતમાં વેવિશાળ માટે તૈયાર પણ થયા હતા. જોકે આ યુવતીને નહોતી ખબર કે આ યુવક તેની સાથે છળ કપટ રમી રહ્યો છે.

ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતી એક યુવતી 2021ના એપ્રિલ મહિનામાં મેટ્રો મોનિયલ સાઈટ પર પોતાની પ્રોફાઈલ બનાવી હતી. એક મહિના બાદ તારીખ 11 મે 2021ના રોજ તે યશ આચાર્ય નામના એક યુવક સાથે સંપર્કમાં આવી હતી. યુવતી બિચારીને તો ખબર પણ નહોતી કે યશ તેના માટે યસ નથી. બેઉં એકબીજાના સંપર્કમાં આવ્યા બાદ વાતચીતનો પ્રેમસેતુ રચાયો હતો.

યશ ડિંગા મારવામાં ઉત્સાદ હોય તેણે યુવતીને યુકેમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. ઓર્થોપેડિક સર્જન હોવાનું જણાવ્યું હતું. યુકે દેશનું ખૂદ પાસે નાગરિક્તવ હોવાનું જણાવી નોકરી કરતો હોવાનું આઈકાર્ડ પણ પુરાવા રૂપે મોકલી આપ્યું હતું. યુવતી યુવકની વાતોમાં આવી ગઈ હતી. યુવતીએ પોતાના પિતાને યશની વાત કરી હતી. પિતાએ પુત્રી અને યશ આચાર્યના લગ્ન માટે થમ્સ અપ આપી દીધું હતું.

અસલી ખેલ હવે શરૂ થતો હતો. યુવકે યુવતીને જણાવ્યું હતું કે, તુર્કી એરપોર્ટ પર ઓથોરિટીએ તેને મની લોન્ડરિંગ કેસમાં પકડ્યો છે. 7.50 લાખની રકમ આપશે તો જ છોડશે. ફરિયાદી યુવતીએ ધ્વનિ શ્રીવાસ્તવના ખાતામાં રૂપિયા મોકલી આપ્યા હતા. એ પછી પૈસા માગણીનો સિલસિલો અટક્યો નહોતો. 14મી જુલાઈએ દિલ્હી એરપોર્ટથી ઓફિસર તરીકેની ઓળખ આપી યાના ગુપ્તા નામની મહિલાનો ફોન આવ્યો હતો. એણે પણ 75 હજારની માગણી કરી હતી.

આમ આવા અલગ અલગ બહાનાઓ કાઢી યશ, આરવ, ધ્વનિ અને યાનાએ 13 લાખ 26 હજાર પડાવ્યા હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાઈ છે. પોલીસે પણ આરોપીઓની શોધખોળ કરવા માટે આગળની કાર્યાવાહી હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત