Team Chabuk-Gujarat Desk: ગુલાબ વાવાઝોડાની ઘાતમાંથી ઉગર્યાં પણ ગુલાબમાંથી શાહીનમાં વાવાઝોડું પરિવર્તિત થઈ જતાં હજુ ભારે વરસાદનો સામનો કરવાનો બાકી છે. ગુલાબ વાવાઝોડા અને લો પ્રેશરના કારણે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. મોડી રાતના આ આગાહી મુજબ જ વરસાદ ખાબક્યો હતો. રાજકોટ, આણંદ, ભાવનગર અને જૂનાગઢ શહેરને જળબંબાકાર કરી નાખ્યું હતું.

હવે ગુલાબમાંથી શાહીનમાં પરિણમેલું વાવાઝોડું પાકિસ્તાન બાજુ ફંટાયું છે અને ત્યાંના મકરાણના કાંઠે ટકરાવાનું છે. આગામી 36 કલાકમાં વાવાઝોડું સક્રિય થઈ જશે. પાકિસ્તાન બાજુ વાવાઝોડું શક્તિશાળી થતાં 100 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. ભારતના દરિયાકાંઠના વિસ્તારોમાં વાવાઝોડું અસર કરશે કે નહીં? આ અંગે માહિતી એવી છે કે ભારતના દરિયાકાંઠાઓને નુકસાન થાય તેવી શક્યતા નહીંવત્ છે. તોપણ સાવચેતીના ભાગરૂપે હવામાન વિભાગ દ્વારા દરિયામાં માછીમારોને બે ઓક્ટોબર સુધી માછીમારી કરવા ન જવાની સલાહ આપવામાં આવી છે.

હવામાન વિભાગનું આ અંગે કહેવું છે કે, અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે દરિયામાં કરન્ટ વધશે. 3.5 મીટર સુધી ઉંચા મોજા ઉછળી શકે. એવામાં સાવચેતી અને સમયસૂચકતાના ભાગરૂપે મહારાષ્ટ્ર અને ગુજરાતના માછીમારોને દરિયામાં જવાની મનાઈ કરવામાં આવી છે.

ગુજરાતમાં NDRFની 20માંથી 17 ટીમો અમરેલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર, પાટણ, મોરબી, દ્વારકા, પોરબંદર, ખેડા, ગાંધીનગર સુરત, વલસાડ, નવસારી, રાજકોટ અને ગીર-સોમનાથમાં ડિપ્લોઈ કરી દેવામાં આવી છે. જ્યારે બીજી બાજુ SDRFની 11માંથી 8 ટીમને રાજકોટ, જૂનાગઢ, જામનગર અને ખેડા ખાતે ડિપ્લોઈ કરવામાં આવી છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત