Homeગામનાં ચોરે‘મારા આલોચકો ઓછા છે’: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

‘મારા આલોચકો ઓછા છે’: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

Team Chabuk-National Desk: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક મેગેઝિનને આપેલી મુલાકાતમાં કહ્યું છે કે, તેમને આલોચના પસંદ છે. દુર્ભાગ્ય કે આલોચના કરનારાઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. લોકો ખૂબ જલ્દી આરોપ લગાવવામાં લાગી જાય છે. એવા સમયે હું આલોચકોને ખૂબ યાદ કરું છું.

advertisement-1

પ્રધાનમંત્રીએ કહ્યું કે, આલોચના અને આરોપમાં ખૂબ મોટું અંતર હોય છે. આરોપ એ લગાવે છે કે, જેમની પાસે મુદ્દા સાથે સંલગ્ન જાણકારી ખૂબ ઓછી હોય છે. જ્યારે આલોચના કરવા માટે અધ્યયનની અને શોધની જરૂર હોય છે. જેમાં ખૂબ મહેનત લાગે છે.

rps-baby-world-1

પીએમ મોદીએ મુલાકાતમાં વધુમાં કહ્યું છે કે, સરકારે અનુસંધાનને પ્રાથમિકતા આપી. તેમણે એક વિજ્ઞાન સંમેલનને યાદ કરતા કહ્યું કે, આપણે જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાનથી આગળ વધીને જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય અનુસંધાન પર ભાર આપવો જોઈએ. એ જ કારણ છે કે ભારત આત્મનિર્ભર બની રહ્યું છે અને દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન આપણે ચલાવી રહ્યા છીએ.

advertisement-1

ભારતમાં વેક્સિનેશનનો શ્રેય પીએમ મોદીએ જનતાને આપ્યો હતો. તેમણે કહ્યું કે, આટલું મોટું અભિયાન ચલાવવામાં ટેકનિકનું ખૂબ મોટું યોગદાન છે. આ અભિયાનની મજબૂતાઈ છે. જો આપણી પાસે વેક્સિન નહોત તો શું સ્થિતિ હોત, કલ્પના કરવી પણ મુશ્કેલ છે. કેટલાય દેશ એવા છે જ્યાં વેક્સિન ઉપલબ્ધ નથી. પણ ભારતમાં વેક્સિનેશન માટે આત્મનિર્ભર અભિયાનનો આભાર માનવો પડશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments