Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરમાં જાહેરમાં યુવતી સાથે છેડતીનો બનાવ બન્યો છે. અહીં એક યુવતી પોતાની બહેનપણીની સાથે લારી પર દાબેલી ખાવા માટે જતી હતી જ્યાં એક યુવકે તેની છાતી પર હાથ ફેરવ્યો હતો અને માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાની હાલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
અમદાવાદ જેવા મહાનગરમાં, જ્યાં કોઈ પણ વિસ્તારમાં લોકોની ભીડ હોય જ છે ત્યાં એક નરાધમે યુવતીની છાતી પર સ્પર્શ કર્યો હતો. ઘટનાની પ્રાપ્ત વિગતો કંઈક એવી છે કે અમદાવાદના એક ચોક્કસ વિસ્તારમાં એક મહિલા બે દીકરા અને દીકરી સાથે રહે છે. તેણી ઘરકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. બીજી તરફ તેમની પુત્રી પણ ઘરકામ કરી પરિવારને ટેકો પૂરો પાડે છે.
આ મહિલાએ પોતાની પોલીસ ફરિયાદમાં લખાવ્યું છે કે, તેણી જ્યારે કામના સ્થળ પર જતી હતી ત્યારે તેમની પુત્રીનો ફોન આવ્યો હતો. ફોનમાં તેની પુત્રીએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે તે બહેનપણી સાથે દુકાને દાબેલી ખાવા માટે જતી હતી. અહીં ઘરની સામે રહેતા યુવકે તેને અટકાવી હું મારી બહેનપણી સાથે કેમ જાઉં છું? એમ પૂછ્યું હતું.
મહિલાની પુત્રીએ હિંમત કરી યુવકને કહ્યું હતું કે અમે ક્યાંય પણ જઈએ તેની સાથે તારે શું વાંધો છે? આ મારી મિત્ર છે, તેની સાથે હું ક્યાંય પણ જાઉં તને શું તકલીફ? આ વાતથી યુવક આવેશમાં આવી ગયો હતો, ઉશ્કેરાઈને તેણે યુવતીના છાતીના ભાગે સ્પર્શ કર્યો હતો. મહિલા પુત્રીની આ વાત સાંભળી પોતાના ઘરે આવી હતી અને યુવકની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ