Homeગુર્જર નગરીમોરબીઃ માથામાં દસ્તો ફટકારી પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું, મૃતદેહને ઘરમાં જ...

મોરબીઃ માથામાં દસ્તો ફટકારી પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું, મૃતદેહને ઘરમાં જ મુકી તાળું લગાવી ફરાર થઈ ગયો

Team Chabuk-Gujarat Desk: મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા વિદ્યુતનગરમાં ઘરકંકાસમાં પતિએ પત્નીને માથામાં લોખંડના દસ્તા ફટકારી મોતને ઘાટ ઉતારી દીધી. પતિ પત્ની ઘરે એકલા હતા ત્યારે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમિયાન મામલો વધુ બિચકતાં થતા પતિએ પોતાની પત્નીને માથાના ભાગે દસ્તા વડે ઈજા પહોંચાડી હતી અને લોહીલૂહાણ હાલતમાં પત્નીને છોડી, ઘરમાં તાળું લગાવી ફરાર થઈ ગયા હતો.

સમગ્ર ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે આરોપીની નાની દીકરી શાળાએથી ઘરે પરત ફરી. શાળાએથી ઘરે પરત ફરતા દીકરીએ ઘરના દરવાજા પર તાળું લગાવેલું જોયું. તાળું જોઈને તેણે બાજુમાં જ રહેતી તેની બહેન ઉર્વીષાનો સંપર્ક કર્યો. આ દરમિયાન તેણે પોતાની માતાને કોલ કર્યો તો ઘરમાં જ મોબાઈલની રિંગ વાગી. ત્યાર બાદ પાડોશીઓની મદદથી ઘરનું તાળું ખોલ્યું. ઘરની અંદર પોતાની માતા બેભાન અવસ્થામાં હતી. માતાની બાજુમાં ખાંડણીનો દસ્તો હતો.

બીજી તરફ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. તો માતાના મોતથી બંને દીકરીઓ પર આભ તૂટી પડ્યું. માતાની હત્યાના આ બનાવ અંગે પુત્રી ઉર્વીષા રામાનંદીએ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં પિતા સામે ફરિયાદ નોંધાવી છે. ઉર્વીષાએ ફરિયાદમાં નોધાવ્યું છે કે, તેમના પિતા દારૂ પીવાની ટેવ ધરાવે છે. પોતાની માતા ભાવનાબેન ઘરની બહાર ઓટા પર બેસતા હતા જે તેમના પિતાને ગમતું ન હતું. તેમજ શંકાના કારણે અવારનવાર બંને વચ્ચે ઝગડાઓ થતા હતા.

હાલ મૃતકની દીકરીની ફરિયાદ આધારે મોરબી સીટી બી ડિવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ-૩૦૨ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. જો કે, શંકાએ ચાર દીકરીઓ અને એક દીકરા પરથી માતાનો હાથ છીનવી લીધો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments