Homeગુર્જર નગરીઅમદાવાદ: સગીરાએ શોખ પૂર્ણ કરવા રાખ્યા 6 બોયફ્રેન્ડ....

અમદાવાદ: સગીરાએ શોખ પૂર્ણ કરવા રાખ્યા 6 બોયફ્રેન્ડ….

Team Chabuk-Gujarat dEsk: અમદાવાદમાં સગીરો કોઈને કોઈ રીતે શોખ પૂર્ણ કરવા માટે આડા રવાડે ચડી રહ્યા છે. થોડા સમય પહેલા એક સીગરાને મોબાઈલમાં ગેમ રમવાનો ચસ્કો એવો તે લાગી ગયો કે, મોબાઈલ ન આપે તો ઘર છોડી ભાગી જવાની ધમકી આપી માતા પિતા પર માનસિક ત્રાસ ગુજારતી હતી. અભયમે આ કેસનો ઉકેલ લાવ્યો. હવે એક નવો કેસ સામે આવ્યો. જેમાં પિતા અને દાદીની સાથે રહેતી એક સગીરાએ પોતાના શોખ પૂરા કરવા માટે એક કે બે નહીં પરંતુ 6 બોયફ્રેન્ડ રાખ્યા હતા. પિતાને આ વાતની જાણ થતાં તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી અને તેમણે પુત્રીને ઘરમાં ન રાખવાનો નિર્ણય લીધો હતો.

advertisement-1

આ સગીરાની વય માત્ર 15 વર્ષની છે. તે જ્યારે બે મહિનાની હતી ત્યારે તેની માતા ક્યાંક ભાગી ગઈ હતી. તેના પિતા અને દાદીએ તેનો ઉછેર કર્યો હતો. પિતા દીકરીને નાની અમથી અડચણ પણ ન આવે તે રીતે રાખતા હતા. ઉપરથી પુત્રીને ઉની આંચ ન આવે તે માટે તેમણે બીજા લગ્ન પણ નહોતા કર્યા. નીતનવા શોખના રવાડે ચડી ગયેલી આ છોકરી અવનવી વસ્તુઓ માગવા લાગી હતી.

advertisement-1

તેના પિતા તેના પર કાબૂ રાખવા માગતા હતા પણ સગીરા હદ કરતા આગળ વધી ગઈ હતી. તેણે તેની દાદીને જણાવ્યું હતું કે, તે સેનેટરી પેડ વેચીને પૈસા કમાઈ પોતાના શોખ પૂર્ણ કરશે. આ માટે મોડી રાત સુધી બહાર રહેવાનું હોય દાદીએ તેને ના પાડી હતી. મોડી રાત સુધી ઘરની બહાર રહેતી સગીરાને દાદી વઢ્યા તો સગીરા તેમની સામું બોલવા લાગી હતી. એટલું જ નહીં એક બે વખત દાદી સાથે મારઝૂડના બનાવો પણ બન્યા હતા.

advertisement-1

સગીરાના પ્રેમ સંબંધની જાણ તેના પિતાને થઈ  ગઈ હતી. જેથી તેમણે અભયમની ટીમનો સહારો લીધો હતો. પૂછપરછ કરવામાં આવતા ઘટસ્ફોટ થયો હતો કે સગીરાને એક કે બે નહીં પણ છ બોયફ્રેન્ડ છે. અભયમની ટીમે સગીરાનું કાઉન્સલેસિંગ કર્યું હતું અને તેને સમજાવી હતી.

advertisement-1

જોકે સગીરા માટે એક નવી મુસીબત ઉભી થઈ હતી. તેના પિતાને જ્યારે તેના સંબંધોની જાણ થઈ તો તેઓ તેને ઘરમાં રાખવા માટે તૈયાર નહોતા. આથી સગીરાને તેના મોટાબાપાને ત્યાં મોકલી દેવામાં આવી હતી. ટીનએજર્સના શોખ માતા પિતા સામે કેવા વ્યાધીરૂપ સાબિત થાય છે તેનું આ મોટું ઉદાહરણ સામે આવ્યું છે.

તાજેતાજો ઘાણવો  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments