Homeગામનાં ચોરેઆજથી નવજોત સિંહ સિદ્ધુ ભૂખ હડતાળ પર

આજથી નવજોત સિંહ સિદ્ધુ ભૂખ હડતાળ પર

Team Chabuk-National Desk: લખીમપુર હિંસાને લઈ પંજાબ કોંગ્રેસ પ્રધાન નવજોત સિંહ સિદ્ધુએ ગુરૂવારના રોજ જાહેરાત કરી છે કે જો કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રીના પુત્રની ધરપકડ કરવામાં ન આવી તો તેઓ અનશન પર બેસશે. મોહાલીથી લખીમપુર રવાના થતાં સમયે સિદ્ધુએ જાહેરાત કરી હતી કે, ‘જો કાલ સુધીમાં કેન્દ્રિય ગૃહરાજ્ય મંત્રીના દીકરાની ધરપકડ ન થઈ અને તેમણે તપાસમાં સહયોગ ન આપ્યો. તો હું કાલથી ભૂખ હડતાળ પર બેસીશ.’

advertisement-1

કોંગ્રેસ બાદ હવે શિરોમણિ અકાલી દળના નેતાઓ મૃતક ખેડૂતોના પરિવારજનોને મળવા માટે લખીમપુર રવાના થયા છે. સાંસદ હરસિમરત કૌર બાદલના નેતૃત્વમાં શિઅદ નેતા લખનઉમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ મળશે. જ્યાં તેમને ઘટના માટે જવાબદાર તમામ આરોપીઓની ધરપકડની માગ કરવામાં આવી છે.

advertisement-1

શિઅદના અધ્યક્ષ સુખબીર બાદલે કહ્યું કે, પ્રિતિનિધિમંડળ ઉત્તરપ્રદેશ સરકાર સાથે મુલાકાત કરશે અને તેમના પર દબાણ લાદશે કે તેઓ આ ભયાવહ કૃત્યના દોષિતોની તુરંત ધરપકડ કરે. શિરોમણિ અકાલી દળ આ મામલા ઉપર સ્પષ્ટ છે કે આ નરસંહારના જવાબદાર તમામ લોકોને જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવે. ભલે તે કોઈ પણ ઉચ્ચ પદ પર હોય. સુખબીરે જણાવ્યું કે, લખીમપુર ખીરી માટે રવાના થનારા પાંચ સદસ્યોના પ્રતિનિધિમંડળમાં હરસિમરત કૌર બાદલ, બલવિંદર સિંહ ભૂદંડ, પ્રો.પ્રેમ સિંહ ચંદૂમાઝરા, જાગીર કૌર અને વિક્રમસિંહ મજીઠિયાનો સમાવેશ થાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments