Homeગુર્જર નગરીઅમદાવાદ કરતા મોંઘુ પેટ્રોલ ક્યાંનું? તો કે સુરેન્દ્રનગરનું!

અમદાવાદ કરતા મોંઘુ પેટ્રોલ ક્યાંનું? તો કે સુરેન્દ્રનગરનું!

Team Chabuk-Gujarat Desk: ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં રોજે રોજ ઉતાર-ચડાવ આવતા રહે છે. સાથે સાથે ગેસના ભાવમાં પણ વધારો ઝીંકાતા, હવે દરેક વસ્તુનો ભાવ આકાશે પહોંચ્યો છે અને અચંબિત કરી નાખે છે. કોરોના પછી તો પેટ્રોલ અને ડિઝલના ભાવમાં રોજ નાનો મોટો વધારો થયો છે. આ વચ્ચે ગુજરાતમાં નવરાત્રિના પહેલા દિવસે પેટ્રોલ મોંઘુ થયું હતું.

advertisement-1

અમદાવાદની નજીક જ આવેલા એવા સુરેન્દ્રનગરના રહેવાસીઓ ઉપર 35.40 લાખનો આર્થિક બોજ આવી પડ્યો છે. આ બોજનું નામ છે પેટ્રોલ અને ડિઝલ. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરને અડકીને આશરે 17 જેટલા પેટ્રોલ પમ્પો આવેલા છે. જ્યાંથી રોજ હજ્જારો લોકો પેટ્રોલ ભરાવે છે. રોજેય પાંત્રીસ હજાર જેટલું પેટ્રોલ સામાન્ય લોકો દ્વારા ખરીદવામાં આવે છે. એવામાં સરકારે એકાએક પેટ્રોલના ભાવ વધારી દેતા સામાન્ય માણસની કમર પર વધારાનો બોજ ઝીંકાયો છે.

advertisement-1

અહીં પેટ્રોલના એક લિટરના 100.78 પૈસા ભાવ હતા, હવે જશો તો નવા ભાવ છે 101.16 પૈસા. અર્થાત્ સુરેન્દ્રનગરમાં પેટ્રોલ ભરાવો છો તો એ અમદાવાદ કરતા 16 પૈસા મોંઘું છે. પેટ્રોલ-ડિઝલ અને સીએનજી આ બધાનો જૂનો અને નવો ભાવ જાણી જ લો.

વસ્તુજૂનો ભાવનવો ભાવ
પેટ્રોલ100.78101.16 (સુરેન્દ્રનગરમાં)
ડિઝલ99.5599.93
એલપીજી ગેસએક બાટલાએ રૂ. 908.50923.50 (15નો વધારો)
સીએનજી-પીએનજી4નો વધારો
Vaccine

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments