Homeગુર્જર નગરીઅમદાવાદના એક દાદી 34 વર્ષ જૂના પ્રેમીની સાથે પતિને છોડી ચાલ્યા ગયા

અમદાવાદના એક દાદી 34 વર્ષ જૂના પ્રેમીની સાથે પતિને છોડી ચાલ્યા ગયા

Team Chabuk-Gujarat Desk: કેટલીક વખત આપણી સામે એવા કિસ્સાઓ આવતા હોય છે કે લગ્નેતર સંબંધમાં મહિલા કોઈ પ્રેમી સાથે ભાગી ગઈ કે પુરુષ કોઈ અન્ય મહિલાની સાથે ચાલ્યો ગયો. જેથી એક પાત્ર એકલાવયું બન્યું. જોકે કોઈ દિવસ આપણે એવો કિસ્સો સાંભળ્યો નથી કે દાદા દાદી બનવાની વયે અને હવે ઢળતી સંધ્યાએ લગ્નજીવનનો ભરપૂર આનંદ માણ્યા બાદ કોઈ દાદીમાં પોતાના જૂના પ્રેમી સાથે ભાગી જાય. હવે આ અંગેની હાઈકોર્ટમાં હેબિઅસ કોર્પસ કરવામાં આવી છે.

આ સમગ્ર ઘટના અમદાવાદ શહેરની છે. 82 વર્ષના વૃદ્ધ જ્યારે યુવાન હતા ત્યારે તેમને પત્નીના લગ્નેતર સંબંધોની જાણ થઈ હતી. આમ છતાં તેઓ તેમની સાથે પ્રેમથી રહેતા હતા. સામેની તરફ વૃદ્ધા એક દિવસ પતિને છોડી પોતાની જ સોસાયટીમાં રહેતા પોતાના પુરુષ મિત્રને ત્યાં જતાં રહ્યા  હતા. બાદમાં પુત્રવધુ દ્વારા અને પતિ દ્વારા અવાર નવાર મનામણા કરવામાં આવતા છતાં વૃદ્ધા ઘરે પરત નહોતા આવી રહ્યા, આ કારણે કંટાળીને આખરે હેબિઅસ કોર્પસ કરવામાં આવી છે.

આ વૃદ્ધ અમદાવાદના વાસણામાં રહે છે. તેમના પુત્રવધુએ હાઈકોર્ટમાં હેબિઅસ કોર્પસ દાખલ કરી છે. સરકારી નોકરી કરતા હોવાથી તેમની અવાર નવાર બદલીઓ થયા કરતી હતી. તેઓ બદલી અને નોકરીમાં વ્યસ્ત રહ્યા જ્યારે તેઓ પત્નીના અન્ય સંબંધો વિશે પરિચિત નહોતા.

2020માં કોરોનાના કારણે વૃદ્ધાના પુરુષ મિત્રના પત્નીનું કોરોનાની ઝપેટમાં આવી જતાં મોત થયું હતું. હવે પુરુષ મિત્ર એકલો હતો. તેમની સંતાનો પણ વિદેશમાં હતી. વૃદ્ધા એમને જમવાનું આપવા જતા હતા. આરંભમાં તો પુત્ર કે પુત્રવધુ જમવાનું આપવા જતા હતા. જમવાનું આપવા જતાં અને બે ત્રણ કલાક બાદ પરત આવતા હતા. તેઓ ત્યાં જઈ વધારે સમય વિતાવતા હોય પુત્રવધુએ જમવાનું આપવાનું બંધ કરી દીધું હતું.

આખરે પરિવારની માથે બોમ્બ ફૂટ્યો હતો. વૃદ્ધાએ પોતાના જૂના સંબંધોથી પરિવારને અવગત કરતા પરિવારની આંખો ફાટી ગઈ હતી. છેલ્લા 34 વર્ષથી તેમના પુરુષ મિત્ર સાથે સંબંધ છે અને તેઓ હવે તેમના પતિની સાથે રહેવા ઈચ્છુક નથીની વાત સામે આવતા પરિવારના તમામ લોકો હતભ્રત થઈ ગયા હતા.

છ મહિના પહેલા વૃદ્ધા કોઈને કહ્યા વિના ક્યાંક ચાલ્યા ગયા હતા. આ વાતની જાણ પુત્રવુધને થતાં તેઓ તેમના પુરુષ મિત્રને ત્યાં ગયા હતા પણ ત્યાં ઘર બંધ હતું. આખરે પુત્રવધુએ ફરિયાદ નોંધવી હતી જ્યારે વૃદ્ધાના પતિએ ફરિયાદ ન કરવાનો નિર્ણય લીધો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments