Homeગુર્જર નગરીVIDEO: અમદાવાદમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, રાજ્યમાં આટલા દિવસની આગાહી

VIDEO: અમદાવાદમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, રાજ્યમાં આટલા દિવસની આગાહી

Team Chabuk-Gujarat Desk:  ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. ગુજરાતના અલગ-અલગ જિલ્લામાં મેઘરાજાએ મંડાણ કર્યું છે. અમદાવાદમાં પણ વરસાદનું ફરી એકવાર આગમન થયું છે. બપોર બાદ અમદાવાદ શહેરમાં વાતાવરણ પલટ્યું હતું. આકાશમાં વાદળો ઘેરાયા બાદ સાંજે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા.

સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. શહેરના જીવરાજ પાર્ક, શ્યામલ, પ્રહલાદનગર, એસ.જી. હાઈ-વે, ઈસ્કોન, શિવરંજની, બોડકદેવ, તેમજ પૂર્વના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ગોતા, રાણીપ, વૈષ્ણોદેવી, શાંતિપુરા સહિતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા.

ભારે વરસાદના કારણે કેટલાક સ્થળો પર પાણી ભરાયા હતા. જેના કારણે વાહચાલકો પરેશાન થયા હતા. જેને અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી.

અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા હતા. જીવરાજ પાર્ક વિસ્તારના સ્થાનિકોએ કહ્યું કે, જીવરાજ પાર્ક વિસ્તારમાં ડી-માર્ટ સામે બે ભૂવા પડ્યા છે. જેના પર કેટલાય દિવસોથી કોર્પોરેશનની ટીમ પીપણા મૂકી ગઈ છે. હવે અહીં પાણી ભરાતા સમસ્યા વધી છે. કાર અને બાઈક આવા પાણીમાંથી કંઈ રીતે કાઢવી તે સમજાતું નથી. સાથે જ લોકોએ આક્રોશ પણ ઠાલવ્યો હતો કે, જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ?

વેરાવળમાં પણ વરસાદ

ગીર સોમનાથના વેરાવળમાં પણ વરસાદ વરસ્યો. હળવા વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. કેટલાક લોકોએ વરસાદી વાતાવરણનો આનંદ માણ્યો હતો.

સાબરકાંઠામાં પણ વરસાદ

દિવસભરના ભારે ઉકળાટ બાદ સાબરકાંઠામાં પણ વરસાદ શરૂ થયો હતો. હિંમતનગર, પ્રાંતિજ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.

અરવલ્લીમાં વરસાદ

અરવલ્લીના મોડાસામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે મોડી રાત્રે મેઘરાજાએ પધરામણી કરી હતી. ભારે ઉકળાટ બાદ વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. 17 જૂનથી 20 જૂન સુધીમા અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદની સંભાવના છે. જો કે, દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના નહિવત છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 4 જિલ્લાના 6 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments