Team Chabuk-Gujarat Desk: અમદાવાદની એક પરણિતાને લગ્નના દસ દિવસ બાદ ખબર પડી કે તેનો પતિ નપુંસક છે. આ અંગેની ફરિયાદ નવોઢાએ જ્યારે પોતાના સાસુ અને સસરાને કરી ત્યારે તેમણે ઉડાવ જવાબ આપ્યો હતો કે, આ બધાની તારે લગ્ન પહેલા તપાસ કરવાની જરૂર હતી. પત્ની જ્યારે પતિ પાસેથી જવાબ માગવા ગઈ, તો નપુંસક પતિએ કહ્યું હતું કે, મેં તો વાંઢાપણું દૂર કરવા માટે લગ્ન કર્યાં હતાં. મારા ભાઈના છોકરાઓ તો છે જ.

આ પરિણીતાના વેવિશાળ ગત વર્ષે બારમાં મહિનામાં થયા હતા. સાત દિવસ પછી પત્ની પિયરે ગઈ હતી અને ત્યાંથી મુંબઈ ચાલી ગઈ હતી. પરિણીતાને દસ દિવસ બાદ ખબર પડી હતી કે તેનો પતિ શારીરિક સંબંધ નથી બાંધી રહ્યો. આ અંગે જ્યારે તેણે પતિને પૂછ્યું તો તેણે કહ્યું હતું કે, હું તો નપુંસક છું. મેં તો વાંઢાપણું દૂર કરવા માટે લગ્ન કર્યા છે.

જ્યારે આ વાત પરિણીતાએ સાસુ સસરાને કહી તો તેમણે ઉડાઉ જવાબ આપતા જણાવ્યું હતું કે, આની પૂછપરછ તારા માતા પિતાએ લગ્ન પહેલા કરવાની જરૂર હતી. આખરે નપુંસક પતિથી કંટાળીને પરણિતા પિયર આવી ગઈ હતી. સામે સાસરિયા પક્ષે છૂટાછેડાનું દબાણ કર્યું હતું. આ માટે મધ્યસ્થી કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ પતિના પક્ષના લોકો ન માનતા આખરે પરિણીતાએ સાસુ, સસરા, દિયર અને ફઈ વિરૂદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત