Homeગામનાં ચોરેમુંબઈ પાસે મધદરિયે ચાલી રહેલી ક્રુઝ ડ્રગ્સ પાર્ટી પર NCBનો દરોડો, મોટા...

મુંબઈ પાસે મધદરિયે ચાલી રહેલી ક્રુઝ ડ્રગ્સ પાર્ટી પર NCBનો દરોડો, મોટા બોલિવુડ સ્ટારનો પુત્ર પાર્ટીમાં હતો હાજર

Team Chabuk- National Desk: મુંબઈ પાસે દરિયામાં એક ક્રુઝમાં (cruise) નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ દરોડો પાડીને ડ્રગ્સ પાર્ટી (drugs party) પર મોટી કાર્યવાહી કરી છે. NCBની ટીમે ક્રુઝમાં દરોડો પાડીને 13 લોકોની ધરપકડ કરી છે. આ ડ્રગ્સ પાર્ટીમાં બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ પણ સામે આવ્યું છે. NCBની ટીમે આર્યન ખાનની પૂછપરછ કરી રહી છે. ક્રુઝમાં ચાલી રહેલી ડ્રગ્સ પાર્ટી NCBની ટીમે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરીને 13 લોકોની ધરપકડ કરી છે.

મુંબઈ પાસે દરિયાની વચ્ચે ક્રુઝમાં ચાલી રહેલી ડ્રગ્સ પાર્ટી પર દરોડો પાડીને NCBની ટીમે મોટી કાર્યવાહી કરતાં બોલિવુડ જગતમાં પણ હડકંપ મચી ગયો છે. દરિયાની વચ્ચે NCBની ટીમનું અત્યાર સુધીનું આ સૌથી મોટું ઓપરેશન માનવામાં આવે છે. આ કાર્યવાહીમાં 13 લોકો પકડાયા છે. જેમાં ત્રણ મહિલાનો પણ સમાવેશ થાય છે. જ્યારે બાકી લોકોની પુછપરછ ચાલી રહી છે. શાહરૂખ ખાનના પુત્ર આર્યનની પણ પુછપરછ ચાલી રહી છે.

પુછપરછ દરમિયાન શાહરૂખ ખાનના પુત્ર આર્યને જણાવ્યું કે, તેને આ પાર્ટીમાં એક મહેમાન તરીકે બોલાવવામાં આવ્યો હતો. તેણે આ પાર્ટીમાં સહભાગી થવા માટે કોઈ રૂપિયા આપ્યા નથી. NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું કે, આર્યન ખાનની ધરપકડ કરવામાં નથી આવી હાલ પૂછપરછ ચાલી રહી છે.

NCBની પુછપરછમાં આર્યને એમ પણ કહ્યું છે કે, આ પાર્ટીમાં તેના નામ પર અન્ય લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ક્રુઝની અંદર ચાલી રહેલી પાર્ટીનો એક વીડિયો પણ NCBની ટીમને મળ્યો છે. જેમાં આર્યન ખાન દેખાઈ રહ્યો છે. આર્યને પાર્ટી દરમિયાન સફેદ ટી-શર્ટ, બ્લૂ જીંસ, રેડ ઓપન શર્ટ અને ટોપી પહેરેલી છે. NCB સાથે જોડાયેલા સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે જે લોકોને પકડવામાં આવ્યા છે તેમની પાસેથી રોલિંગ પેપર પણ મળી આવ્યા છે.

આર્યનનો મોબાઈલ જપ્ત કરાયો

NCBના અધિકારીઓએ શાહરૂખ ખાનના પુત્ર આર્યનનો મોબાઈલ ફોન જપ્ત કરી લીધો છે. તેના મોબાઈલમાંથી મળેલી ચેટ હિસ્ટ્રીની તપાસ કરવામાં આવી રહી છે. જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમના પણ મોબાઈલ ફોન જપ્ત કરીને તપાસ કરવામાં આવી રહી છે. આ મામલામાં દિલ્હીથી આવેલી ત્રણ યુવતીઓની પણ ધરપકડ કરીને પુછપરછ કરવામાં આવી રહી છે.  આ ત્રણેય યુવતીઓ મોટા ઉદ્યોગપતિની પુત્રી હોવાનું કહેવામાં આવી રહી છે. NCBના દિલ્હી મુખ્યાલયથી સમગ્ર મામલા પર નજર રાખવામાં આવી રહી છે. NCBના અધિકારીઓનું કહેવું છે કે, સમગ્ર મામલે કાયદાકીય રીતે તપાસ કરવામાં આવી રહી છે. જે પણ આ ડ્રગ્સ પાર્ટીમાં સંડોવાયેલા હશે તેમની સામે કડક કાર્યવાહી થશે.

NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ કહ્યું કે, આ ઓપરેશન પાર પાડવા માટે તેઓ પોતાની ટીમ સાથે મુંબઈના આ ક્રુઝમાં સવાર થઈ ગયા હતા. પરંતુ જ્યારે ક્રુઝ દરિયાની વચ્ચે પહોંચ્યું તો ત્યાં ડ્રગ્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનું સેવન થતું નજરે પડ્યું હતું. એવી પણ વિગતો સામે આવી છે કે દિલ્હીની એક કંપની Namascray Experienceએ આ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ ક્રુઝમાં એક યાત્રિક પાસેથી ટિકિટ પેટે 80 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. જે ક્રુઝ પર NCBની ટીમે દરોડો પાડ્યો તે મુંબઈની Cordelia Cruise છે.આ ક્રુઝમાં હાઈપ્રોફાઈલ ડ્રગ્સ પાર્ટી ચાલી રહી હતી.

advertisement-1

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments